Homeરાજ્યજામનગરબાવરીદડ ગામમાં મહિલાની અગમ્ય કારણોસર આત્મહત્યા

બાવરીદડ ગામમાં મહિલાની અગમ્ય કારણોસર આત્મહત્યા

જામજોધપુર તાલુકાના બાવરીદડ ગામમાં રહેતાં મહિલાએ તેના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે કારણ જાણવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના બાવરીદડ ગામમાં રહેતાં મંજુબેન અરવિંદભાઇ પુછડિયા (ઉ.વ.45) નામના મહિલાએ શુક્રવારે સવારના આઠ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધીના સમય દરમ્યાન તેણીના ઘરે અગમ્ય કારણોસર પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. બનાવ અંગેની મૃતકના પતિ અરવિંદભાઇ દ્વારા જાણ કરવામાં આવતાં હે.કો. એન. એન. આશાણી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular