Homeરાજ્યજામનગરલાખોની કિંમતનો પાન-મસાલા અને તમાકુનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો - VIDEO

લાખોની કિંમતનો પાન-મસાલા અને તમાકુનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો – VIDEO

સ્થાનિક પોલીસને અંધારામાં રાખી રેન્જ આઇજીની ટીમનો દરોડો : ચાર શખ્સો પાસેથી રૂા. 15.41 લાખનો મુદામાલ કબ્જે : બિલ કે આધાર પૂરાવા વગર ઝડપાયેલો જથ્થો બનાવટી કે અસલ?

જામનગર શહેર અને જિલ્લામાંથી બનાવટી દૂધ, બનાવટી ઘીની ફેકટરીઓ ઝડપાયા બાદ હવે શહેરમાંથી પાન-મસાલા અને તમાકુ તથા સિગરેટના રૂા. 15 લાખના શંકાસ્પદ મુદામાલના જથ્થા સાથે ચાર શખ્સોને રાજકોટ રેન્જ આઇજીની ટીમે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દેશભરમાં દૂધથી બનતી ચીજવસ્તુઓમાં મોટાપાયે બનાવટી ચીજવસ્તુઓ બનાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી તાત્કાલિક કરોડપતિ થઇ જવાની લાલચમાં બનાવટી અને ભેળસેળયુકત ચીજવસ્તુઓ વેચવાનું કારસ્તાન મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે. જેના કારણે લોકોનું આરોગ્ય દિવસેને દિવસે વધુને વધુ જોખમાતું જાય છે. થોડાં સમયથી જામનગર જિલ્લામાં પણ આવી બનાવટી ચીજવસ્તુઓ ઝડપાવાની ઘટનાઓ અચાનક વધી ગઇ છે. હાલમાં જ બનાવટી દૂધ અને બનાવટી ઘી બનાવવાની ફેકટરીઓ પોલીસે ઝડપી લીધી છે. દરમ્યાન જામનગર શહેરમાં જોલી બંગલા પાસેથી બિલ કે આધાર પૂરાવા વગરના તમાકુ, પાન-મસાલા અને સિગારેટના જથ્થાનું વેચાણ થઇ રહ્યું હોવાની રેન્જ આઇજી ટીમના પીએસઆઇ એસ. પી. ગોહિલ, એ. વાય. ઉધાસ તથા સ્ટાફના સંદીપસિંહ ઝાલા, કાસમભાઇ બલોચ, મીતેષભાઇ પટેલ, કમલેશભાઇ રબારી, વિપુલભાઇ મોરી, પરેશભાઇ સાંજવા તથા ડ્રાઇવર ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે જામનગર શહેરમાં જોલી બંગલા નજીક કેશવ ટ્રાવેલ્સની ઓફિસ પાસેથી રેઇડ દરમ્યાન આમદ ગની મેમણ, કાદર ગની ફુલવાડી, મુકેશ પ્રભુલાલ જેસાણી અને દીપક રમણિક સોનછાત્રા નામના ચાર શખ્સોને ઝડપી લીધાં હતાં.

- Advertisement -

પોલીસે રેઇડ દરમ્યાન આમદ મેમણ (બીંબોડીફળી, લીંડીબજાર, જામનગર) પાસેથી રૂા. 2,14,000ની કિંમતના સિગ્નેચર પાન મસાલાના 1070 પેકેટ અને રૂા. 2,12,400ની કિંમતના 118 નંગ ફોર સ્કવેર સિગરેટના પેકેટ, રૂા. 1,44,000ની કિંમતના બાગબાન 138 તમાકુના 60 પાઉચ, રૂા. 51 હજારની કિંમતના બાગબાન 138 તમાકુના 15 નંગ ટીનના ડબ્બા અને કાદર ગની ફૂલવાડી (બીંબોડીફળી, લીંડીબજાર, જામનગર) પાસેથી રૂા. 48 હજારની કિંમતના બાગબાન 138 તમાકુના 20 પાઉચ, રૂા. 1,36,000ની કિંમતના બાગબાગ 138 તમાકુના 40 ટીનના ડબ્બા, રૂા. 1,45,600ની કિંમતના 1456 વિમલ પાન મસાલાના નાના પાઉચ, રૂા. 36 હજારની કિંમતના મોટા પાઉચ તથા મુકેશ જેસાણી (મયૂરગ્રીન, જામનગર) નામના શખ્સ પાસેથી રૂા. 1,92,000ની કિંમતના બાગબાન 138 તમાકુના 80 પાઉચ, રૂા. 2,04,000ની કિંમતના બાગબાન 138 તમાકુના 60 નંગ ટીનના ડબ્બા તેમજ દીપક રમણિક સોનછાત્રા (રોયલ હાઇટ્સ, પટેલ કોલોની) પાસેથી રૂા. 96 હજારની કિંમતના બાગબાન 138 તમાકુના 40 પાઉચ, રૂા. 62,400ની કિંમતના વિમલ પાન મસાલાના 624 નાના પાઉચ સહિતનો મુદ્ામાલ કબ્જે કર્યો હતો.

પોલીસ દ્વારા ઝડપાયેલા રૂા. 15,41,400ની કિંમતના પાન મસાલા, તમાકુ અને સિગરેટના આધાર પૂરાવા કે બિલ વગરના જથ્થાને શક પડતી મિલ્કત તરીકે કબ્જે કરી સિટી ‘એ’ ડિવિઝન પોલીસને સોંપી આપ્યો હતો. જેના આધારે પોલીસે ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી આદરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular