ભારતીયો પોતાના ‘દેશી જુગાડ’ માટે દુનિયાભરમાં જાણીતા છે. રોજિંદા જીવનના મુશ્કેલ અને ખર્ચાળ કામોને સરળ બનાવવા માટે અપનાવવામાં આવતી અવનવી તરકીબો અવારનવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનતી હોય છે. હાલમાં આવો જ એક રસપ્રદ વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં સામાન શિફ્ટ કરવા માટે ગજબની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક બહુમાળી ઈમારતના ત્રીજા માળની બાલ્કનીમાંથી નીચે ઉભેલા ટ્રક સુધી એક લાંબી સફેદ સ્લાઈડ ગોઠવવામાં આવી છે. ઉપર રહેલી વ્યક્તિ બાલ્કનીમાંથી સામાનના બોક્સ આ સ્લાઈડ પર મૂકે છે, જે કોઈ પણ મહેનત વગર સીધા લસરીને નીચે ટ્રકમાં ઉભેલા વ્યક્તિ પાસે પહોંચી જાય છે.મળતી માહિતી મુજબ, સામાન ઉતારવા માટે મજૂરોએ વધુ પૈસાની માંગણી કરી હોવાથી માલિકે સમય અને ખર્ચ બચાવવા આ અનોખો રસ્તો શોધી કાઢ્યો હતો.આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવ્યો છે.
इंडियन जुगाड़…. https://t.co/ShnIsHiTV6
— Dr. Gurmeet Bhatia (@GurmeetBha53034) November 16, 2026
આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્યચકિત થવાની સાથે રમૂજી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. ઘણા લોકો આ આઈડિયાને ‘સમય અને પૈસા બચાવતો સ્માર્ટ જુગાડ’ ગણાવી રહ્યા છે, તો કેટલાક યુઝર્સ બોક્સ તૂટી જવાની કે સુરક્ષાની ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે. એકંદરે, આ વીડિયો લોકોનું ભરપૂર મનોરંજન કરી રહ્યો છે.


