Tuesday, November 17, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં સરાજાહેર દેશીદારૂનું બેખૌફ વેચાણ- VIDEO

જામનગર શહેરમાં સરાજાહેર દેશીદારૂનું બેખૌફ વેચાણ- VIDEO

જામનગર શહેરના ગોકુલનગર, પાણાખાણ વિસ્તારમાં આવેલા મકાનમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઇ રહ્યાનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો છે. આ વિડિયો વાયરલ થતાં પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો થઇ રહ્યાં છે.

- Advertisement -

મળતી વિગત મુજબ જામનગર શહેર અને જિલ્લામાં અનેક ઠેકાણે દેશી દારૂનું વેચાણ બેરોકટોક થતું હોય છે અને આવા સ્થળોએ પોલીસ દ્વારા દરોડા પાડી કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. પરંતુ સમયાંતરે જામનગર શહેર અને જિલ્લામાં દેશી દારૂના વિડિયો વાયરલ થતાં હોય છે ત્યારે હાલમાં જ જામનગર શહેરના ગોકુલનગર, પાણાખાણ વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં દેશી દારૂનું વેચાણ કરવામાં આવતું હોય અને ત્યાંજ પીવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ સ્થળે દેશી દારૂના પ્યાસીઓ સ્થળ પર જઇ દેશી દારૂ લઇને જઇ રહ્યા હોવાનો વિડિયો વાયરલ થઇ રહ્યો છે. ત્યારે પાણાખાણ વિસ્તારમાં રહેણાંક મકાનમાં ખુલ્લેઆમ વેચાતા દેશી દારૂના દૂષણના વિડિયોએ પોલીસને કામગીરી ઉપર અનેક સવાલો ઉભા કરી દીધાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular