કાલાવડ તાલુકાના કોઠાભાડુકિયા ગામની સીમમાં આવેલા ખેતરના મકાનમાં ચાલતા જુગાર સ્થળે એલસીબીની ટીમે રેઇડ દરમ્યાન આઠ શખ્સોને ઝડપી લઇ રૂા. 15,28,000નો મુદામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ કાલાવડ તાલુકાના કોઠાભાડુકિયા ગામની સીમમાં આવેલી બલભદ્રસિંહ પ્રવીણસિંહ જાડેજાના ખેતરના મકાનમાં બહારથી માણસો બોલાવી તીનપત્તીનો જુગાર રમાડી નાલ ઉઘરાવતા હોવાની મયુદીનભાઇ સૈયદ અને ઋષિરાજસિંહ વાળાને મળેલી સંયુક્ત બાતમીના આધારે પીઆઈ વી. બી. ચૌધરી, પીએસઆઇ એમ. વી. ભાટિયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડિયાતર, મયુદીનભાઈ સૈયદ, નિર્મળસિંહ જાડેજા, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.
રેઇડ દરમ્યાન એલસીબીની ટીમે વાડીમાલિક બલભદ્રસિંહ પ્રવીણસિંહ જાડેજા, ભાવેશ ધીરજલાલ પાંભર, અશ્વિન રમણિક નંદા, નિકુંજ વિનોદ પટોરિયા, શાંતિ પરસોત્તમ કમાણી, દીપક રમણિક પાંભર, રજનીકાંત વિઠ્ઠલ સંઘાણી, દિલીપ ધનજી બાલધા સહિતના આઠ શખ્સોને દબોચી લઇ તેમની પાસેથી રૂા. 3,02,500ની રોકડ રકમ, ગંજીપન્ના તથા રૂા. 25,500ની કિંમતના પાંચ મોબાઇલ ફોન, રૂા. 12 લાખની કિંમતની બે કાર મળી કુલ રૂા. 15,28,000ના મુદામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી માટે કાલાવડ (ગ્રામ્ય) પોલીસને સોંપી આપ્યા હતાં.


