જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે શહેરના અંબર ચોકડીથી વિકટોરીયા ફલાઇઓવર નીચે થયેલા દબાણો હટાવવામાં આવ્યા હતાં. સવારથી જ જેએમસીની ટીમ દોડી ગઇ હતી અને રેંકડી, ઝુંપડા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતાં.
જામનગર શહેરમાં જુના રેલ્વે સ્ટેશન પાસે ઘણા વર્ષોથી ખડકાયેલા ઝુંપડપટ્ટી ધારકોની સમસ્યા સતાવી રહી છે. અહિં અસામાજીક તત્વોના અડીંગા તેમજ ગેરકાયદેસર પ્રવૃતિ ચાલતી હોવાની ફરિયાદો છાસવારે સામે આવતી રહે છે. તંત્ર અનેક વખત અહિંથી દબાણો હટાવે છે પરંતુ થોડા દિવસોથી થોડી કલાકોમાં જ ફરી પરિસ્થિતિ જેમની તેમ થઇ જતી હોય છે જામનગર શહેરનું નઝરાણુ એવા ફલાય ઓવર બ્રિજ નીચે ઘણા સમયથી આવા દબાણો ખડકાય ગયા હતાં. અહિં ઝુંપડપટ્ટી ધારકો દ્વારા ડેરા જમાવ્યા હતાં. જેના કારણે અવાર નવાર વાહન ચાલકો સાથે પણ ઘષર્ણ થતાં હતાં અને અસામાજીક પ્રવૃતિ ચાલતી હતી.
View this post on Instagram
જેને લઇ આજે જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કર્મચારીઓનો કાફલો અંબર ચોકડી પાસે પહોંચી ગયો હતો. અને અંબર ચોકડીથી વિકટોરીયા પુલ સુધીના ઓવરબ્રિજ નીચેથી ગેરકાયદેસર ખડકાયેલા ઝુંપડાઓ, રેંકડીઓ સહિતના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા હાથ ધરાયેલ દબાણ હટાવ ઝુંબેશને લઇ અસામાજીક તત્વો અને દબાણકર્તાઓમાં દોડધામ મચી ગઇ હતી.


