Friday, November 13, 2026
Homeવિડિઓફરજ સાથે માનવતા : બેભાન યુવતી માટે પોલીસ બની દેવદૂત - VIDEO

ફરજ સાથે માનવતા : બેભાન યુવતી માટે પોલીસ બની દેવદૂત – VIDEO

દિવાળીના તહેવારો અને વેકેશનને લઈને યાત્રાધામ બેટ દ્વારકામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી રહ્યા છે. ત્યારે યાત્રિકોની ભારે ભીડ વચ્ચે એક મહિલા યાત્રિક અચાનક બેભાન થઈ જતાં બેટ દ્વારકા પોલીસની માનવતાભરી કામગીરી સામે આવી છે.

- Advertisement -

મળતી વિગતો અનુસાર, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સોખડાખુદ ગામના વતની વૈષ્ણવીબેન શૈલેષભાઈ વસાવા (ઉંમર 18 વર્ષ) દિવાળીના વેકેશન દરમિયાન યાત્રાધામ બેટ દ્વારકા ખાતે દર્શન કરવા માટે આવ્યા હતા. આ દરમિયાન બેટ દ્વારકામાં યાત્રિકોની ભારે ભીડ અને થાકના કારણે વૈષ્ણવીબેનને અચાનક બે ભાન થઈ જતાં તેઓ બેભાન થઈ ગયા હતા. યુવતીની તબિયત લથડતાં આસપાસના લોકોમાં ચિંતા ફેલાઈ હતી. આ અંગેની જાણ બેટ દ્વારકા પોલીસને થતાં જ પીએસઆઈ આર.એચ. સુવા અને તેમની ટીમ તાત્કાલિક મદદ માટે પહોંચી હતી. મહિલાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે સમય બગાડ્યા વિના તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પીએસઆઈ આર.એચ. સુવા અને તેમની ટીમ દ્વારા બેભાન થયેલી વૈષ્ણવીબેનને પોલીસ વાહનમાં બેસાડી બેટ દ્વારકાથી મીઠાપુર હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા, જેથી તેમને સમયસર તબીબી સારવાર મળી શકે.

- Advertisement -

સામાન્ય રીતે પોલીસની મુખ્ય જવાબદારી કાયદો અને વ્યવસ્થા જાળવવાની તેમજ નાગરિકોની સુરક્ષા કરવાની હોય છે. પરંતુ કોઈ નાગરિક મુશ્કેલીમાં હોય ત્યારે મદદ માટે આગળ આવવું એ પોલીસની માનવતાભરી ફરજનું પણ ઉત્તમ ઉદાહરણ છે. દિવાળીના વેકેશન દરમિયાન યાત્રાધામમાં વધતી ભીડ વચ્ચે એક યુવતીની તબિયત લથડતાં બેટ દ્વારકા પોલીસે માત્ર ફરજ જ નહીં, પરંતુ માનવતાનો ધર્મ પણ નિભાવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular