જામનગર શહેરના ગીરધારી મંદિર પાસે માણેકવાડી વિસ્તારમાં રીક્ષા સાઈડમાં લેવાની બાબતે બોલાચાલી કરી ત્રણ શખ્સોએ પ્રૌઢ તથા તેના પુત્ર ઉપર કડા વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના સુભાષ શાકમાર્કેટ પાસેના ગીરધારી મંદિર પાસે રહેતાં પરશોતમભાઈ પ્રાગજીભાઈ ચુડાસમા (ઉ.વ.53) નામના પ્રૌઢની રીક્ષા સાઈડમાં લેવા બાબતે વિવેક ભાવેશ જેઠવા નામના શખ્સે બાઈક પર આવી બોલાચાલી અને ગાળાગાળી કરી હતી. ત્યારબાદ વિવેકે પ્રૌઢ ઉપર કડા વડે હુમલો કરી ઈજા પહોંચાડી ઝપાઝપી કરતો હતો ત્યારે પ્રૌઢનો પુત્ર ભાવિક અને ચિરાગ પિતાને છોડાવવા વચ્ચે પડયા હતાં. ત્યારબાદ વિવેક જેઠવા તથા ભાવેશ જેઠવા અને ચિરાગ જેઠવા નામના ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો માર મારી પ્રૌઢને ઈજા પહોંચાડી હતી.


