Monday, November 2, 2026
Homeરાજ્યજામનગરદિવાળીના તહેવારને લઈને જામનગરમાં ફૂડ વિભાગ એક્શનમોડમાં - VIDEO

દિવાળીના તહેવારને લઈને જામનગરમાં ફૂડ વિભાગ એક્શનમોડમાં – VIDEO

મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં સઘન ચેકિંગ, ૬ પેઢીઓમાંથી નમૂના લઈ લેબોરેટરીમાં મોકલાયા

દિવાળીના તહેવારો દરમિયાન લોકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય વસ્તુઓ મળી રહે તે હેતુથી જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ અને ફરસાણના વેપારીઓ સામે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

- Advertisement -

જામનગર મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયાની સૂચના તેમજ રાજ્ય સરકારના આદેશના અનુસંધાને ફૂડ વિભાગ દ્વારા શહેરમાં મીઠાઈ અને ખાસ કરીને ફરસાણનું વેચાણ કરતા વેપારીઓની દુકાનોમાં તપાસ કરવામાં આવી રહી છે.

આ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં કુલ ૬ પેઢીઓમાંથી ખાદ્ય વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા છે. તમામ નમૂનાઓ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ તેમાં કોઈ ગેરરીતિ કે ગુણવત્તા સંબંધિત ખામી જણાશે તો સંબંધિત વેપારીઓ સામે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

- Advertisement -

ફૂડ વિભાગના જણાવ્યા અનુસાર, હાલ હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન કોઈ અખાદ્ય વસ્તુ મળી આવી નથી અને દુકાનોમાં સ્વચ્છતા તથા હાઇજિનની સ્થિતિ સંતોષકારક જોવા મળી રહી છે. જોકે, તપાસ દરમિયાન કોઈ અખાદ્ય કે આરોગ્ય માટે હાનિકારક વસ્તુ મળી આવશે તો સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવશે.

- Advertisement -

રાજ્ય સરકારના આદેશ અંતર્ગત શરૂ કરવામાં આવેલી આ વિશેષ ચેકિંગ ડ્રાઈવ આગામી ૪ નવેમ્બર સુધી ચાલુ રાખવામાં આવશે. દિવાળીના તહેવાર દરમિયાન ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા જળવાઈ રહે અને નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે ફૂડ વિભાગ દ્વારા સતત તપાસ અને સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular