જામનગર શહેરના રણજીતસાગર રોડ પર ગ્રીનસિટી વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા સ્થળે સિટી એ ડીવીઝન પોલીસે રેઈડ દરમિયાન પાંચ મહિલા સહિત સાત શખ્સોને રૂા.61,000ની રોકડ રકમ સાથે ઝડપી લીધાં હતાં કાલાવડ તાલુુકાના ખંઢેરા ગામની માઢ સીમમાંથી તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને કાલાવડ ગ્રામ્ય પોલીસે રૂા.2,16,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર ગ્રીનસિટી શેરી નંબર-5 મા ગોકુલકુંજ પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની પો.કો. કિશોરભાઈ ગાગીયા, હેકો મહેન્દ્રસિંહ ચુડાસમા, પો.કો. દિવ્યરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈનીની સુચનાથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ વી. એમ. ડોડિયા, પીએસઆઈ ડી.જી.રામાનુજ, એએસઆઇ રવિરાજસિંહ જાડેજા, હે.કો. મહેન્દ્રસિંહ ચુડાસમા, પો.કો. દિવ્યરાજસિંહ જાડેજા, કિશોરભાઇ ગાગિયા, મહિલા પો.કો. બંસરીબેન ગોસાઇ સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન વિમલ રમેશચંદ્ર સોલંકી, દિપેશ બચુ સોલંકી અને પાંચ મહિલા સહિત સાત શખ્સોને રૂા.61,000 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, કાલાવડ તાલુકાના ખંઢેરા ગામની માઢ સીમમાં સરકારી ખરાબાના બાવળની ઝાડીઓમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની હેકો વી.જે. જાદવ અને એ.ટી.સમાને મળેલી બાતમીના આધારે પીઆઈ એન.વી. આંબલિયા, હેકો વી.જે. જાદવ, એ.ટી. સમા, વનરાજભાઈ ગઢાદરા, પો.કો. રાજદિપસિંહ જાડેજા, ભયપાલસિંહ જાડેજા, નિરજકુમાર મુંઢવા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન પ્રવિણસિંહ પ્રતાપસિંહ જાડેજા, સલીમ ઈસ્માઇલ ખીરા, ભાવેશ દેવશી રાઠોડ, લાલજી ટપુ કપુરીયા, દિનેશગીરી રતીગીરી ગોસ્વામી સહિતના પાંચ શખ્સોને ઝડપી લઇ રૂા.31,500 ની રોકડ રકમ, ગંજીપના અને રૂા.25,000 ની કિંમતના પાંચ મોબાઇલ ફોન તથા રૂા.1,60,000 ની કિંમતના ચાર બાઈક સહિત કુલ રૂા.2,16,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા સ્થળે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન મનસુખ મોહન નંદા, સુભાષ છગન ગુઢકા, જગદિશ નરશી ચાન્દ્રા નામના ત્રણ શખ્સોને પોલીસે રૂા.10,050 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


