Tuesday, October 27, 2026
Homeરાજ્યજામનગરકામધંધો ન ચાલતા જિંદગીથી કંટાળેલા યુવાને દવા ગટગટાવી

કામધંધો ન ચાલતા જિંદગીથી કંટાળેલા યુવાને દવા ગટગટાવી

અઢી માસ અગાઉ યુવાને ઘર બહાર દવા પીધી : 108 દ્વારા જોડિયાની હોસ્પિટલમાં ખસેડાયો : તબિયત લથડતાં વધુ સારવાર માટે જી જી હોસ્પિટલ ખસેડાયો : સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ

જોડિયા તાલુકાના મેઘપર ગામમાં રહેતાં યુવાનનો ધંધો થોડાં સમયથી ચાલતો ન હોવાથી ચિંતામાં રહેતાં યુવાને તેના ઘરની બહાર શેરીમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા જોડિયા અને ત્યારબાદ જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજયું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જોડિયા તાલુકાના મેઘપર ગામમાં રહેતાં જીવરાજભાઇ ગોવિંદભાઇ રાઠોડ નામના વૃદ્ધનો પુત્ર પ્રવીણભાઇ જીવરાજભાઇ રાઠોડ (ઉ.વ.41) નામના યુવાનનો કામધંધો છેલ્લા થોડાં સમયથી બરાબર ચાલતો ન હોવાથી કામધંધાની ચિંતામાં ગૂમસૂમ અને મૂંઝાયેલો રહેતો હતો. તે દરમ્યાન ગત્ તા. 09 ઓગસ્ટના રોજ બપોરના સમયે ઘરની બહાર શેરીમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવાનને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે સૌપ્રથમ જોડિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત વધુ લથડતાં વધુ સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન યુવાનનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા દ્વારા જાણ કરવામાં આવતાં પીએસઆઇ કે. ડી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular