Friday, October 9, 2026
Homeરાજ્યજામનગરમાસુમ ભાણેજની પીશાચી હત્યા નિપજાવનાર કૌટુંબિક મામાને ફાંસીની સજા - VIDEO

માસુમ ભાણેજની પીશાચી હત્યા નિપજાવનાર કૌટુંબિક મામાને ફાંસીની સજા – VIDEO

જાન્યુઆરી 2025 માં બેરહેમીથી મારકૂટ કરી : દિવાલમાં માથા પછાડી લોઢીના ડામ આપતો : દુષ્કર્મ અને સુષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું : ચાર્જરના વાયર વડે માર મારી મરચા ખવડાવતો : સ્પેશિયલ અદાલતે હત્યારા નીતિન ડોસાજી માણેકને ફાંસીની સજા ફટકારી

જામનગર તાલુકાના સીક્કા ગામમાં રહેતી આઠ વર્ષની માસુમ બાળકી સાથે તેના જ કૌટુંબિક મામાએ શારીરિક અડપલા કર્યા બાદ બાળકીનું માથુ દિવાલમાં પછાડી હત્યા નિપજાવ્યાના બનાવમાં આજે જામનગરની સ્પેશિયલ અદાલતે નરાધમ અને નિષ્ઠુર કૌટુંબિક મામાને તકસીરવાન ઠેરવી સરકારી વકીલની દલીલોને માન્ય રાખી હત્યારાને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.

- Advertisement -

હત્યાના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં કૌટુંબિક મોટાબાપુના ઘરે છૂટાછેડા લીધેલી મહિલા ત્રણ પુત્રીઓ સાથે રહેવા આવી હતી. દરમિયાન મહિલાની આઠ વર્ષની બાળકીને તેનો જ કૌટુંબિક મામો હેરાન પરેશાન કરતો હતો તથા અવાર-નવાર મારકૂટ કરી શારીરિક અડપલા પણ કરતો હતો. આ અંગે બાળકીએ માતાને ફરિયાદ કરતા મહિલાએ તેના કૌટુંબિકને ઠપકો આપ્યો હતો. જેથી તેની માતા અને પુત્રી બંનેને પતાવી દેવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ ત્રણ દિવસ પહેલાં બાળકીની માતા ખરીદી કરવા ગઈ હતી. ત્યારે પાછળથી આઠ વર્ષની બાળકીને કૌટુંબિક મામા નીતિને શારીરિક અડપલા કર્યા બાદ માર મારી દિવાલ સાથે તથા જમીનમાં માથુ પછાડી ગંભીર ઈજા પહોંચાડી બેશુધ્ધ કરી દીધી હતી ત્યારબાદ પરત ફરેલી માતા ઘરે આવ્યા બાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં બાળકીનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. બાળકીની હત્યાના બનાવ બાદ માતાની ફરિયાદના આધારે સીક્કા પોલીસે મૃતકના કૌટુંબિક મામા સામે હત્યા તેમજ પોકસો હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ નીતિન ડોસાજી માણેક નામના હત્યારાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

પોકસો અને હત્યાનો બનાવ જામનગરની સ્પેશિયલ અદાલતમાં ચાલી રહ્યો હતો. આ કેસમાં ફરિયાદી તરફે સરકારી વકીલ તરીકે ભારતીબેન વાદી દ્વારા કેસ લડવામાં આવી રહ્યો હતો. આ કેસમાં સરકારી વકીલ દ્વારા તપાસવામાં આવેલા સાહેદોના નિવેદનોમાં વિસ્ફોટક માહિતીઓ બહાર આવી હતી. જેમાં મહિલા તેણીના છુટાછેડા થયા બાદ તેની ત્રણ દિકરીઓ સાથે સીક્કામાં રહેતાં કૌટુંબિક ભાઈ નીતિન ડોસાજી માણેકના ઘરે રહેવા આવી હતી. આ દરમિયાન નરાધમ અને પીશાચી માનસિકતા ધરાવતો નીતિન આઠ વર્ષની કૌટુંબિક ભાણેજને અવાર-નવાર મારકૂટ કરતો હતો અને શારીરિક અડપલા પણ કરતો હતો. નીતિન બાળકીને માર મારી દિવાલમાં માથા પછાડતો તથા બટકા ભરતો હતો. ઉપરાંત ગરમ લોઢીના ડામ આપી, ચાર્જરના વાયરથી અમાનુષી અત્યાચાર કરતો હતો. નીતિન ભાણેજને મરચા ખવડાવી ઠંડા પાણીથી નવડાવી ત્રાસ આપતો હતો. તેમજ બાળકીનું શારીરિક શોષણ, દુષ્કર્મ અને સુષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય પણ આચરતો હતો.

12 જાન્યુઆરી 2025 ના દિવસે બાળકીની માતા રવિવારીમાં ખરીદી કરવા ગઈ હતી ત્યારે પીશાચી કૌટુંબિક મામા નીતિન ડોસાજી માણેકએ તેની કૌટુંબિક ભાણેજ બાળકીને માર મારી દિવાલમાં તથા સીડીમાં માથુ પછાડી ગંભીર ઈજા પહોંચાડી બેશુદ્ધ કરી દીધી હતી. ત્યારબાદ બાળકીને સીક્કા સીએચસીમાં સારવાર માટે ખસેડવામાં આવતા પ્રાથમિક સારવાર બાદ જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. પોલીસ દ્વારા આ હત્યાના બનાવમાં પીએમ રીપોર્ટમાં બાળકીના શરીર ઉપર 23 જેટલી નાની મોટી ઈજાઓ, જૂના તથા તાજા લોહીના નિશાનો, દાઝ્યાના નિશાનો મળી આવ્યા હતાં. ઉપરાંત લાકડી જેવા હથિયાર વડે મારવા અથવા દિવાલમાં માથુ પછાડવાથી હત્યા નિપજી હોવાનું તબિબી અભિપ્રાયમાં ખૂલ્યુ હતું તેમજ મૃતકના કપડામાંથી નીતિનના સિમેન મળી આવ્યા હતાં. આ બનાવમાં પોલીસે પોકસો અને હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ચકચારી પોકસો અને હત્યાના કેસમાં સરકારી વકીલ ભારતીબેન વાદી દ્વારા સાહેદોના નિવેદનો અને દસ્તાવેજી પુરાવાઓ, પીએમ રીપોર્ટ અને સ્થળ પરથી મળેલા પુરાવાઓ ઉપરાંત ધારદાર દલીલોને માન્ય રાખી આજે જામનગરની સ્પેશિયલ કોર્ટે નિષ્ઠુર અને નરાધમ હત્યારા નીતિન ડોસાજી માણેકને તકસીરવાન ઠેરવી ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular