Thursday, October 8, 2026
Homeરાજ્યજામનગરધ્રોલ પંથકમાંથી જૂગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

ધ્રોલ પંથકમાંથી જૂગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

સ્થાનિક પોલીસે રેઈડ કરી : 61,700 ની રોકડ રકમ અને ગંજીપના કબ્જે : જામનગરમાંથી વર્લીબાજ ઝડપાયો

ધ્રોલ તાલુકાના હમાપર ગામથી ઈટાળા જવાના રસ્તા પર આવેલી સોહાર સીમમાં જાહેરમાં જૂગાર રમતા પાંચ શખ્સોને સ્થાનિક પોલીસે રૂા.61,700 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગારદરોડાની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના હમાપરથી ઈટાળા જવાના માર્ગ પર આવેલી સોહાર સીમ વિસ્તારમાં ઝાડ નીચે જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતા સ્થળે ધ્રોલ પોલીસે રેઈડ દરમિયાન મયુર ગોરધન બેડીયા, નાજા બચુ ડાંગર, કાંતિલાલ ઉર્ફે કાનો ગંગારામ સંતોકી, નિલેશ લાલજી ગડારા, વિક્રમ દેવા સિયાર નામના પાંચ શખ્સોને રૂા.61,700 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગરના એમ પી શાહ ઉદ્યોગનગરમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા નાસીર હુશેન સમેજા નામના રીક્ષાચાલકને સિટી બી ડીવીઝન પોલીસે રૂા.3420 ની રોકડ રકમ વર્લીના સાહિત્ય સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular