જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ દ્વારા જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી સાથે પ્રભારી મંત્રીને રજૂઆત કરી હતી.
જામનગરની મુલાકાતે આવેલ રાજ્યના વનમંત્રી અને જામનગરના પ્રભારી મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ બોલાવેલ મિટીંગમાં જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલે જામનગર જિલ્લાને તાત્કાલીક દુષ્કાળગ્રસ્ત જીલ્લો જાહેર કરવાની માંગણી કરી હતી.
રાઘવજીભાઇ પટેલે આ ઉપરાંત ઘાસ વિતરણને લઇને અવ્યવસ્થા તથા દર 7 કિ.મી.ના અંતરે ઘાસડેપો શરૂ કરવા તથા પીવાના પાણીની તંગી ઉભી ન થાય તે માટે અસરકારક વ્યવસ્થા કરવા તથા લોકોને રોજીરોટી માટે કામ મળી રહે તે માટે તાત્કાલિક આયોજન કરવા પણ માંગણી કરી હતી. ખેડૂતોને ચોમાસુ પાક નિષ્ફળ જતા ખેડૂતોને પાક નુકશાની સહાય પણણ તાત્કાલીક જાહેર કરવા માંગણી કરી હતી. અને સૌની યોજના દ્વારા જિલ્લામાં પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તેની માંગણી કરી હતી.
View this post on Instagram
મંત્રીએ તમામ પ્રશ્ર્નો સાંભળી લગત અધિકારીઓને જરૂરી પગલા લેવા સુચના આપી હતી.


