Thursday, October 1, 2026
Homeહેલ્થ એન્ડ વેલનેસશું તમે પણ ખોટી રીતે બ્રશ કરો છો? જાણો દાંત સાફ કરવાની...

શું તમે પણ ખોટી રીતે બ્રશ કરો છો? જાણો દાંત સાફ કરવાની અને દાંતને આજીવન મજબૂત રાખવાની આસાન ટિપ્સ

ઓરલ હાઇજીન એટલે કે મોં અને દાંતની યોગ્ય સફાઈ આપણા સમગ્ર સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો દાંતની નિયમિત અને સાચી રીતે સફાઈ ન કરવામાં આવે તો પાયોરિયા, કેવિટી, મોંમાંથી દુર્ગંધ અને પેઢાના રોગો થઈ શકે છે.

- Advertisement -

ટૂથબ્રશ કેવું હોવું જોઈએ?

  • સોફ્ટ કે એક્સ્ટ્રા સોફ્ટ બ્રિસેલ્સ: હંમેશા નરમ વાળ ધરાવતું બ્રશ પસંદ કરવું. હાર્ડ કે મીડિયમ બ્રિસેલ્સ દાંતના એનામલ (ઉપરનું પડ) અને પેઢાને નુકસાન પહોંચાડી શકે છે.
  • નાનું અથવા યોગ્ય માપનું હેડ: બ્રશનું આગળનું હેડ એવું હોવું જોઈએ જે મોંના પાછળના દાંત (દાઢ) સુધી સરળતાથી પહોંચી શકે.
  • ગ્રીપ: બ્રશનું હેન્ડલ પકડવામાં સરળ અને નોન-સ્લિપ હોવું જોઈએ.

ટૂથબ્રશ કેટલા સમયે બદલવું જોઈએ?

  • દર 3 થી 4 મહિને: સામાન્ય રીતે દર 3 થી 4 મહિનાના ઉપયોગ પછી બ્રશ બદલી નાખવું જોઈએ.
  • બ્રિસેલ્સ વળી જાય ત્યારે: જો બ્રશના વાળ બહારની તરફ ફેલાઈ જાય કે વાંકા થઈ જાય, તો 3 મહિના પહેલાં પણ તેને બદલી દેવું.
  • બીમારી પછી: તાવ, શરદી, ઉધરસ કે મોંમાં ઈન્ફેક્શન થયું હોય તે સાજા થયા પછી જૂનું બ્રશ બદલી નાખવું હિતાવહ છે.

બ્રશ કરવાની સાચી રીત

  • 45 ડિગ્રીનો ખૂણો: બ્રશને પેઢા અને દાંતના જોડાણ પર 45 ડિગ્રીના ખૂણે રાખો.
  • હળવા હાથે સર્ક્યુલર મોશન: દાંત પર બ્રશને જોરથી ઘસવાને બદલે ગોળાકાર (Circular motion) અને ઉપર-નીચેની તરફ હળવા હાથે ફેરવો.
  • બધા ભાગની સફાઈ: દાંતની બહારની, અંદરની અને ખાવાની સપાટી (ઉપરનો ભાગ) એમ ત્રણેય બાજુ સરખી રીતે સાફ કરો.
  • જીભની સફાઈ: બ્રશ કર્યા પછી જીભને પણ જેન્ટલ ટંગ ક્લીનર અથવા બ્રશના પાછળના ભાગથી સાફ કરો જેથી બેક્ટેરિયા દૂર થાય.
  • સમયગાળો: બ્રશ કરવાનો સમય 2 મિનિટથી વધુ ન હોવો જોઈએ.

દિવસમાં કેટલી વખત બ્રશ કરવું?

  • દિવસમાં ૨ વખત: સવારે ઊઠીને અને રાત્રે સૂતા પહેલાં એમ દિવસમાં બે વાર બ્રશ કરવું આવશ્યક છે. રાત્રે બ્રશ કરવાથી આખો દિવસ ખોરાકના જમા થયેલા કણો દૂર થાય છે અને રાત્રે બેક્ટેરિયા વધતા અટકે છે.

બાળકો માટે ખાસ ટિપ્સ

  • યોગ્ય વય મુજબનું બ્રશ અને પેસ્ટ: બાળકો માટે નાના હેડવાળું અને ખૂબ સોફ્ટ બ્રિસેલ્સવાળું બ્રશ વાપરવું.
  • ફ્લોરાઈડ ફ્રી પેસ્ટ: 2 વર્ષથી નાના બાળકો માટે ફ્લોરાઈડ વગરની અને ૨ વર્ષથી મોટા બાળકો માટે વટાણાના દાણા (Pea-sized) જેટલી જ ફ્લોરાઈડ યુક્ત પેસ્ટ આપવી.
  • દેખરેખ રાખો: બાળકો 7 થી 8 વર્ષના ન થાય ત્યાં સુધી વાલીઓએ તેમની સામે જ બ્રશ કરાવવું જેથી તેઓ પેસ્ટ ગળી ન જાય.
  • મનોરંજક બનાવો: બાળકોને બ્રશ કરવામાં રસ પડે તે માટે રાઈમ્સ કે 2 મિનિટના ટાઈમરનો ઉપયોગ કરી શકો છો.

સામાન્ય માણસ દ્વારા થતી ૫ મોટો ભૂલો

  • ​બ્રશ પર ખૂબ વધારે પેસ્ટ લગાવવી: માત્ર વટાણાના દાણા જેટલી જ પેસ્ટ કાફી છે.
  • ​જોરથી અને ઝડપથી ઘસવું: આનાથી દાંતનું કવર (એનામલ) ઘસાઈ જાય છે અને છણકા (Sensitivity) ઉપડે છે.
  • ​જમ્યા પછી તરત જ બ્રશ કરવું: ખાધા પછી મોંમાં એસિડનું પ્રમાણ વધુ હોય છે, તેથી જમ્યાના 30 મિનિટ પછી જ બ્રશ કરવું.
  • ​ટૂથબ્રશને બાથરૂમમાં ખુલ્લું રાખવું: ખુલ્લા બ્રશ પર શૌચાલયના બેક્ટેરિયા જમા થઈ શકે છે, તેથી તેને સુકાયા પછી કવર કરીને કે ઊભું રાખવું.
  • ​દાંત વચ્ચે ફસાયેલો ખોરાક પીન કે ટૂથપિકથી કાઢવો: તેનાથી પેઢા છોડાઈ જાય છે, તેના બદલે ડેન્ટલ ફ્લોસ (દોરો) વાપરવો.

​ દાંત માટે કેવો ખોરાક સારો?

  • ​શું ખાવું?: કેલ્શિયમયુક્ત ખોરાક (દૂધ, દહીં, પનીર), લીલા શાકભાજી અને વિટામિન-C ધરાવતા ફળો (સંતરા, જામફળ) પેઢા માટે ઉત્તમ છે.
  • ​શું ન ખાવું?: ચોકલેટ, કુરકુરે, ચિકટ મીઠાઈઓ અને અતિશય કોલ્ડડ્રિંક્સ દાંતને નુકસાન પહોંચાડે છે.

મહત્વના મુદ્દા

  • ફ્લોસિંગ (Flossing): દાંત વચ્ચે ફસાયેલો કચરો કાઢવા માટે દિવસમાં એકવાર ડેન્ટલ ફ્લોસ (દોરો) નો ઉપયોગ કરવો.
  • મીઠાના પાણીના કોગળા: જમ્યા પછી હંમેશા પાણીથી કોગળા કરવાની ટેવ પાડવી.
  • વધારે પડતી ખાંડથી બચવું: ગળી વસ્તુઓ અને સોફ્ટ ડ્રિંક્સ દાંતના સડાનું મુખ્ય કારણ છે.
  • નિયમિત ડેન્ટલ ચેક-અપ: દર 6 મહિને એકવાર ડેન્ટિસ્ટ પાસે દાંતની તપાસ કરાવવી.

દાંત એ આપણા શરીરનો અગત્યનો ભાગ છે જે માત્ર ખોરાક ચાવવામાં જ નહીં પરંતુ સુંદર સ્મિત અને સ્પષ્ટ ઉચ્ચારણમાં પણ મદદ કરે છે. યોગ્ય ટૂથબ્રશની પસંદગી, સાચી રીત અને દિવસમાં બે વાર બ્રશ કરવાની ટેવ રાખવાથી આપણે દાંતની ઘણી સમસ્યાઓથી બચી શકીએ છીએ. “સ્વસ્થ દાંત, સુંદર સ્મિત!”

(અસ્વીકરણ: સલાહ સહિતની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈ પણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો.)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular