Wednesday, September 30, 2026
Homeરાજ્યહાલારકાલાવડમાં ઘરેથી નીકળ્યા બાદ યુવતી એકાએક લાપતા

કાલાવડમાં ઘરેથી નીકળ્યા બાદ યુવતી એકાએક લાપતા

કાલાવડ ગામમાં આવેલી શીતલા કોલોનીમાં રહેતા યુવાનની 19 વર્ષની પુત્રી તેણીના ઘરેથી નીકળ્યા બાદ લાપતા થઇ જતાં પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ કાલાવડ ગામમાં શીતલા કોલોનીમાં રહેતા અને નોકરી કરતાં વિનોદભાઇ ભીમાભાઇ ચૌહાણ (ઉ.વ.41) નામના યુવાનની પુત્રી રીંકલબેન ચૌહાણ (ઉ.વ.19) નામની યુવતી સોમવારે બપોરના 2:30 વાગ્યાના અરસામાં તેના ઘરેથી કોઇને જાણ કર્યા વગર મોબાઇલ ફોન ઘરે મુકીને નીકળ્યા બાદ લાપતા થઇ જતાં પરિવારજનો દ્વારા યુવતીના સગા-વ્હાલા તથા મિત્ર વર્તુળોમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ બ્રાઉન કલરનું ટોપ અને સફેદ કલરનું પેન્ટ પહેરેલી 5 ફૂટ ઉંચાઇ ધરાવતી ઘઉંવર્ણી રીંકલબેનના જમણા ગાલ પર ઇજાનું નિશાન હોય, યુવતીનો કોઇ પતો લાગ્યો ન હતો. ત્યારબાદ યુવતીના પિતા દ્વારા જાણ કરાતાં એ.એસ.આઇ. વી.ડી.જાપડિયા તથા સ્ટાફ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને યુવતી અંગેની કોઇને પણ માહિતી મળે તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular