પીજીવીસીએલ દ્વારા બાકી વીજબીલને લઇ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત આજે મેગા ડીસકનેકશન ડ્રાઇવનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 38 પેટા વિભાગીય કચેરીઓમાં ડીસ કનેકશન કામગીરી માટે 400 જેટલી ટીમો દ્વારા વીજબીલ ના ભરનાર આસામીઓના વીજ જોડાણો કાપવામાં આવ્યા હતાં.
નાણાકીય વર્ષ 2026-27 ના સપ્ટેમ્બર-2026 સુધી પીજીવીસીએલના વીજ બીલ પેટે કુલ 75238 બાકીદારોની રૂ. 34.44 કરોડ જેટલી માતબર રકમ બાકી હોય જેથી બાકી બીલની રકમ વાળા ગ્રાહકો સામે નાણાની વસૂલાત કરવા પીજીવીસીએલ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે, જે અંગે વીજજોડાણો કાપવા માટે હાલમાં દૈનિક ધોરણે અંદાજે 400 થી વધુ ટીમો બનાવી મીટર તથા સર્વિસ કે જરૂર પડ્યે ટીસી ઉતારી લેવા માટે બંને જિલ્લાામાં ખાસ ઝુંબેશ શરૂ કરાઇ છે. જે અંતર્ગત સપ્ટેમ્બર-20ર6 દરમ્યાન કુલ 20727 ગ્રાહકો દ્વારા વીજ બીલના રૂ. 10.54 કરોડ ભરપાઈ કરી આપ્યા હતા તેમજ કુલ 431 જેટલા ગ્રાહકો કે જેના બાકી લેણાં રૂ. 83.67 કરોડ ભરપાઈ ન થતાં તેમના વીજજોડાણો કાપી નાખવામાં આવેલ છે અને હજુ બાકી રહેલ 54080 બાકીદારો ની લેણી રકમ રૂ. 23.05 કરોડની વસૂલાત કામગીરી ચાલુ રાખવામા આવશે. જે અંતર્ગત આજે મેગા ડીસ-કનેકશન ડ્રાઈવ હાથ ધરાઇ હતી. જેમાં જામનગર અને દેવભૂમી દ્વારકા જિલ્લામાં કુલ 38 પેટાવિભાગીય કચેરીઓમાં ડીસ- કનેકશન કામગીરી માટે કુલ મળીને અંદાજીત 400 ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ચાલુ માસમાં રકમ ભરપાઈ ન કર્યે કંપનીના પ્રવર્તમાન નિયમોનુસાર વીજજોડાણ રદ કરવામાં આવશે. આથી પીજીવીસીએલ દ્વારા લોકોને બાકી વીજ બીલના નાણા સમયમર્યાદામાં ભરપાઇ કરવા જણાવાયું છે.
View this post on Instagram


