Tuesday, September 29, 2026
Homeરાજ્યજામનગરજી.જી. હોસ્પિટલમાં આભા આઇડી દ્વારા સરળ રજીસ્ટ્રેશનની નવી વ્યવસ્થા

જી.જી. હોસ્પિટલમાં આભા આઇડી દ્વારા સરળ રજીસ્ટ્રેશનની નવી વ્યવસ્થા

જામનગરની જી.જી. સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા દર્દીઓએ કેસ પેપર કઢાવતી વખતે સરળતાથી ABHA ID દ્વારા દર્દીનું રજીસ્ટ્રેશન થઈ શકે તે માટે દર્દીઓ સાથે અઇઇંઅ અથવા તે ન હોય તો આધાર કાર્ડ / એકટીવ મોબાઈલ નંબર જે આધારકાર્ડ સાથે લિન્ક્ડ હોય તે રાખવું. આ માટે હોસ્પિટલ દ્વારા 3 પ્રકારની વ્યવસ્થા કરેલ છે.

- Advertisement -

ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ, જામનગર ખાતે દરેક કેસ બારી પર QR કોડ રાખવામાં આવેલ છે. જે દર્દીઓ પાસે પોતાનો અઇઇંઅ નંબર આગાઉથી રજિસ્ટર કરાવેલ હશે તેઓએ કેસ બારી પાસે રાખવામાં આવેલ QR કોડ સ્કેન કરી ABHA એપ્લીકેશન પરથી દર્દી કે દર્દીના સગા જાતે જ કરી શકશે. જેથી દર્દીઓને લાંબી કતારમાં રાહ જોવાને બદલે ABHA એપ્લીકેશન પર રજીસ્ટ્રેશન કરી પોતાનો કેસ પેપર ની પ્રિન્ટ ટોકન નંબર બતાવી કેસ બારીએથી મેળવી શકાશે.

ABHA એપ્લીકેશન પર રજીસ્ટ્રેશનની સુવિધા માટે દર્દીઓ કે દર્દીઓના સગાને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે હેતુસર તમામ કેસ બારી પર સહાયક સ્ટાફની નિમણુંક પણ કરવામાં આવેલ છે. જે માટે દર્દીઓ કે દર્દીના સગા દ્વારા પ્રથમ વખત રજીસ્ટ્રેશન વખતે માત્ર આધાર કાર્ડ / એકટીવ મોબાઈલ નંબર (સ્માર્ટ ફોન) જે આધારકાર્ડ સાથે લિન્ક્ડ હોય તેની જરૂર પડે છે. સહાયક સ્ટાફ આપના આધાર નંબર/ ABHA નંબર પરથી ટોકન જનરેટ કરી આપશે. અઇઇંઅ નંબર પરથી જનરેટ થયેલ ટોકન નંબર કેસ બારી પર આપવાનો રહેશે. ત્યારબાદ સ્ટાફ દ્વારા કેસ પેપર કાઢી આપવામાં આવશે.

- Advertisement -

QR કોડ સ્કેન કરી દર્દી ઘરે બેઠા ટોકન જનરેટ કરી 60 મિનીટ સુધીમાં ટોકન નંબર બતાવી હોસ્પિટલના ABHA કેસ બારી પરથી કેસ પપેરની પ્રિન્ટ કઢાવી શકશે. તેઓએ કેસ બારી પર કતારમાં રાહ જોવી પડશે નહિ. તેમ જી.જી. હોસ્પિટલના તબીબી અધિક્ષકની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular