Saturday, September 26, 2026
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છપૂ.શ્રી ધીરગુરુદેવના આજ્ઞાનુવર્તી પૂ. પ્રમીલાજી મહાસતીજી કાળધર્મ પામ્યા

પૂ.શ્રી ધીરગુરુદેવના આજ્ઞાનુવર્તી પૂ. પ્રમીલાજી મહાસતીજી કાળધર્મ પામ્યા

આજે સવારે 9:30 કલાકે વિરાણી પૌષધશાળાથી પાલખીયાત્રા

ગોંડલ સંપ્રદાયના પૂ.શ્રી ધીરગુરુદેવના આજ્ઞાનુવર્તી પૂ.રંભાબાઈ મ.સ.ના પરિવારના પૂ.લાભુબાઈ મ.સ.ના સુશિષ્યા બા.બ્ર પૂ. પ્રમીલાબાઈ મ.સ. ઉંમર વર્ષ 75 અને 49 વર્ષના દીક્ષાપર્યાય સહિત પૂ. નીલમબાઈ મ.સ. ની નિશ્રામાં આજે તા. 25 ને શુક્રવારે રાત્રે 9:05 કલાકે જે. જે. કોઠારી ઉપાશ્રય પ્રહલાદ પ્લોટ ખાતે કાળધર્મ પામ્યા છે.

- Advertisement -

શાહ મોહનલાલ શામળજી પરિવારના મનહરભાઈ અને સુશીલાબેનના ગૃહાંગણે જન્મેલા પ્રમિલાબેને રાજકોટ મોટા સંઘમાં તા.14-5-1978 ના સૌરાષ્ટ્રના સિંહણ પૂ. ઇન્દુબાઈ મ.સ.ના હસ્તે દીક્ષા અંગીકાર કરી હતી. તા.26 ને શનિવારે સવારે 9:30 કલાકે શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘ વિરાણી પૌષધશાળા,પેલેસ રોડ ખાતેથી પાલખીયાત્રા નીકળશે. ડો.સંજય શાહ, જયશ્રીબેન શાહ, હરેશભાઈ વોરા,કલ્પના શાહ,દિનેશભાઈ દોશી, ડો. સી.વી.અજમેરા વગેરે વૈયાવચ્ચમાં કાર્યરત હતા. ગુણાનુવાદ સભા શ્રી જશ – પ્રેમ – ધીર સંકુલ,5- વૈશાલીનગર , રૈયા રોડ ખાતે તા. 28 ને સોમવારે સવારે 9-30 કલાકે ગુણાનુવાદ સભા રાખેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular