જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના હાપા માર્કેટ યાર્ડમાં તલની આવક શરૂ થઈ છે. જશાપર ગામના ખેડૂત જેઠા રાયદે દ્વારા તલના 17 દાગીનાની આવક કરવામાં આવી હતી. માર્કેટયાર્ડમાં તલની હરરાજી દરમિયાન આ જથ્થાનો રૂ. 2251નો ભાવ બોલાયો હતો. કમિશન એજન્ટ હસમુખરાયગોપાલદાસ મારફત શ્રીજી એગ્રો ઇન્ડ. એ ખરીદી કરી હતી. તલના સારા ભાવ મળતા ખેડૂત વર્ગમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. માર્કેટ યાર્ડમાં તલ સહિત વિવિધ જણસોની આવકને પગલે વેપારીઓ અને ખેડૂતોની ચહલપહલ જોવા મળી હતી.
View this post on Instagram


