જોડિયા તાલુકાના કેસીયા ગામના વતની અને હાલ અમદાવાદ રહેતા ખેડૂત વૃઘ્ધે મગજની બિમારી અને પેરેલીસીસનું ઓપરેશન કરાવ્યા બાદ વતન પરત ફર્યા પછી તબીયત લથડતા મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ જોડિયા તાલુકાના કેસીયા ગામના વતની અને હાલ અમદાવાદના મણીનગર વિસ્તારમાં રહેતા ખેતી કરતા રૂઘનાથભાઇ કુંવરજીભાઇ ગોધાણી (ઉ.વ.61) નામના વૃઘ્ધને મગજની બીમારી અને પેરાલીસીસનું ઓપરેશન કરાવ્યું હતું ત્યારબાદ અચાનક તબીયત લથડતા અમદાવાદની એસ.વી.પી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં ત્યારબાદ વૃઘ્ધને પરત તેમના વતન કેસીયા લઇ આવ્યા હતાં જ્યાં તેમની તબીયત અચાનક લથડતા ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાંનું જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પત્ની શારદાબેન દ્વારા જાણ કરાતા હે.કો. બી.એચ. લાંબરીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


