જામનગર શહેરના સેનાનગર વિસ્તારમાં રહેતી પત્નીને તેણીના પતિ સાથે બોલાચાલી થયા બાદ પતિ જમ્યા વગર જતો રહેતા અને પરત આવીને પત્ની સાથે વાતચીત ન કર્યાનું લાગી આવતા પત્નીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના સેનાનગર વિસ્તારમાં આશાપુરા દુકાનની બાજુમાં રહેતા હરીયાણાના વતની કોમલબેન આકાશ કાલીરમણ (ઉ.વ.26) નામની યુવતિએ તેણીના ઘરે કચરાપોતા કર્યા હતાં. ત્યારે તેનો પતિ ચંપલ પહેરીને ચાલતા પત્નીએ પતિ સાથે બોલાચાલી કરી હતી. ત્યારબાદ પતિ આકાશ બપોરે ઘરેથી જમ્યા વગર નોકરીએ જતો રહયો હતો અને સાંજે પરત આવીને પત્ની સાથે વાતચીત પણ કરી પણ ન હતી. આ બાબતનું મનમાં લાગી આવતા કોમલબેને ગત તા.21ના રોજ સાંજના સમયે તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પતિ દ્વારા જાણ કરાતા પીએસઆઇ કે.એચ. ચાવડા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


