Saturday, September 19, 2026
Homeરાજ્યજામનગરરામપરના પાટિયા પાસે ટ્રાન્સપોર્ટમાં થયેલી ચોરીના કેસમાં ત્રણ શખ્સો ઝડપાયા - VIDEO

રામપરના પાટિયા પાસે ટ્રાન્સપોર્ટમાં થયેલી ચોરીના કેસમાં ત્રણ શખ્સો ઝડપાયા – VIDEO

ચોરીનો માલસામાન, મોટરસાયકલ, મોબાઇલ ફોન સહિત કુલ રૂા. 1,99,000નો મુદામાલ કબ્જે

રામપર ગામના પાટિયા પાસે ટ્રાન્સપોર્ટમાં થયેલ ઘરફોડ ચોરીના કેસમાં પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લઇ કુલ રૂા. 1,99,00ની કિંમતનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રામપર ગામના પાટિયા પાસે આવેલ મોમાઇ ટ્રાન્સપોર્ટમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીની તપાસ ચાલી રહી હતી. આ દરમ્યાન આ કેસમાં સંડોવાયેલ ત્રણ શખ્સો બે મોટર સાયકલ લઇને મુદામાલ વેચવા નીકળવાના હોવાની પંચકોષી ‘એ’ ડિવિઝનના એએસઆઇ નિર્મળસિંહ જાડેજા, હે.કો. કેતનભાઇ ઘાઘરેટિયા, જયદીપસિંહ જાડેજા, પો.કો. કમલેશભાઇ ખીમાણિયા, હરદેવસિંહ ઝાલાને બાતમી મળી હતી.

જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક (ગ્રામ્ય) પીયૂષ વાંદા તથા પંચકોષી ‘એ’ પીઆઇ આઇ. એ. ધાસુરાના માર્ગદર્શન હેઠળ પંચકોષી ‘એ’ પોલીસ સ્ટાફે વોચ ગોઠવી આઇધન બચુ વાઘેલા, પરવીન ઉર્ફે કરીમ ગોવિંદ વાઘેલા, ગગજી અજમલ વાઘેલા નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા. 12 હજારની કિંમતની આલ્ફા કંપનીની એક નંગ બેટરી, રૂા. 32 હજારની કિંમતની ટ્રકની ઇલે. વાયરની મોટી લૂમ, રૂા. 25 હજારની કિંમતની ટ્રકની ઇલે. વાયરની નાની લૂમ, રૂા. 60 હજારની કિંમતનું જીજે10 ઇકે 0109 નંબરનું મોટરસાયકલ, રૂા. 60 હજારની કિંમતનું જીજે10 ઇએ 7674 નંબરનું મોટરસાયકલ, રૂા. 10 હજારની કિંમતના બે મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 1,99,000ની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular