Saturday, September 19, 2026
Homeરાજ્યહાલારભાણવડના બોડકી ગામેથી 6 શખ્સો તીનપતીનો જુગાર રમતા ઝડપાયા

ભાણવડના બોડકી ગામેથી 6 શખ્સો તીનપતીનો જુગાર રમતા ઝડપાયા

રૂા. 15,850ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે

ભાણવડના બોડકી ગામે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા છ શખ્સોને પોલીસે ઝડપી લઇ ગંજીપતા તથા રૂા. 15,850ની રોકડ કબ્જે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ભાણવડ તાલુકામાં ગુનાઓ ડામવા પોલીસ કાર્યવાહી અવિરત રહી છે. દરમ્યાન રાત્રિના સમયે પેટ્રોલિંગ દરમ્યાન તાલુકાના બોડકી ગામે રામાપીરના મંદિરની બાજુમાં સ્ટ્રીટલાઇટના અજવાળે જુગારનો અખાડો જામ્યો હોવાની બાતમી મળતા પોલીસે તે સ્થળે રેઇડ કરી હતી.

રેઇડ દરમ્યાન પોલીસે જુગાર રમી રહેલા જેશા હરજી ચૌહાણ, લાલજી દેવશી ખીટ, અરવિંદ કારા નનેરા, હીરા મનુ સોરઠિયા, જુમા નૂરમામદ હિંગોરા સહિત કુલ 6 શખ્સોને ઝડપી લઇ તેઓ પાસેથી રૂા. 15,5850ની રોકડ તથા ગંજીપત્તા કબ્જે કર્યા હતા.

- Advertisement -

પોલીસે પકડાયેલા આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી પીઆઇ વી. કે. કોઠિયાના માર્ગદર્શન હેઠળ જયદેવસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, જીતુભાઇ જામ, વિપુલભાઇ હેરભા, લાલાભાઇ ખાટલિયા તથા કિશોરસિંહ જાડેજા વગેરેએ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular