Thursday, September 17, 2026
Homeરાજ્યહાલારકુરંગા નજીક ગેરકાયદેસર રેતી ભરેલો ટ્રક ઝડપાયો

કુરંગા નજીક ગેરકાયદેસર રેતી ભરેલો ટ્રક ઝડપાયો

દ્વારકા જિલ્લામાં કુરંગા પાસેથી એલસીબી પોલીસે ગેરકાયદેસર રેતી ભરેલ ટ્રક ઝડપી લઇ ખાણ ખનિજ વિભાગને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના એલસીબીના જેસલસિંહ જાડેજા તથા લાખાભાઈ પિંડારિયાને મળેલી બાતમીના આધારે દ્વારકા – પોરબંદર રોડ પર કુરંગા ગામે આવેલી એક હોટલ પાસેથી ગેરકાયદેસર રીતે રેતી ભરેલો ટાટા કંપનીનો રાજસ્થાન પાસિંગનો એક ટ્રક ઝડપી લેવામાં આવ્યો હતો.

આ ટ્રકમાંથી આશરે 37.44 ટન રેતી મળી આવી હતી. જે રેતીની કોઈપણ પ્રકારની રોયલ્ટી કે પાસ પરમીટ ન હોવાથી આ બાબત ખાણ ખનીજ વિભાગને આગળની કાર્યવાહી કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular