Wednesday, September 16, 2026
Homeરાજ્યહાલારકોંઝા ગામની સીમમાંથી બે જુગાર દરોડામાં 17 પત્તાપ્રેમી ઝડપાયા

કોંઝા ગામની સીમમાંથી બે જુગાર દરોડામાં 17 પત્તાપ્રેમી ઝડપાયા

રૂા. 54 હજારની રોકડ, મોબાઇલ ફોન, મોટરકાર સહિત કુલ રૂા. 13,04,500ના મુદામાલ સાથે આઠ શખ્સો જુગાર રમતા ઝડપાયા : નવ શખ્સો રોકડ, મોબાઇલ ફોન સહિત રૂપિયા સાત લાખના મુદામાલ સાથે ઝડપાયા

જામનગરના કોંઝા ગામની સીમમાંથી પંચ ‘બી’ પોલીસે આઠ શખ્સોને રૂપિયા 54 હજારની રોકડ સહિત કુલ રૂપિયા 13,04,500ના મુદ્દામાલ સાથે તીનપતીનો જુગાર રમતા ઝડપી લીધાં હતાં. તેમજ આ જ સ્થળેથી અન્ય નવ શખ્સોને રોકડ, મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 7 લાખના મુદ્ામાલ સાથે જુગાર રમતા ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગરના કોંઝા ગામની સીમમાં મશરીભાઇ સગાભાઇ ધ્રાંગુની વાડીના શેઢે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પંચ ‘બી’ પોલીસે રેઇડ દરમ્યાન મશરી સગા ધ્રાંગુ, મેહુલ ભુટા રાતડિયા, સુરેશ કાંતિલાલ ગંઢા, મશરી પીઠા ધ્રાંગુ, ઘનશ્યામ વીરા પારજિયા, રાજેશ ઝીણા દસલાણિયા, રાજેશ અરજણ અકબરી, ભીખા પુંજા રાતડિયા નામના આઠ શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ રૂા. 54 હજારની રોકડ, રૂા. 50,500ની કિંમતના આઠ મોબાઇલ ફોન તથા રૂા. 12 લાખની કિંમતની મોટરકાર સહિત કુલ રૂા. 13,04,500નો મુદામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો આ જ સ્થળેથી પોલીસે રેઇડ દરમ્યાન નિલેશ સુરેશ ધ્રાંગુ, કરણ કુરજી પારજિયા, મિલન મારખી ધ્રાંગુ, રાહુલ માલદે ચાવડા, અશ્ર્વિન જમન તંબોલિયા, સુરેશ ઝીણા રાતડિયા, પીયૂષ સંજય પારજિયા, ઉર્વિશ ઉર્ફે ઉદય કુરજી પારજિયા, અરવિંદ રમેશ દસલાણિયા નામના નવ શખ્સોને રૂપિયા 30 હજારની રોકડ, રૂા. 1.70 લાખની કિંમતના નવ મોબાઇલ ફોન, રૂા. 5 લાખની મોટરકાર સહિત કુલ રૂપિયા 7 લાખના મુદામાલ સાથે તીનપતીનો જુગાર રમતા ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular