Monday, September 14, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં પાનની દુકાનમાં ધોકા-પાઈપ સાથે હુમલો- VIDEO

જામનગરમાં પાનની દુકાનમાં ધોકા-પાઈપ સાથે હુમલો- VIDEO

CCTVમાં કેદ થઈ સમગ્ર મારામારી

જામનગરના વિક્ટોરિયા પુલ નજીક ગણપતિના પંડાલ પાસે યુવક પર ધોકા-પાઈપ વડે હુમલો થયાની ઘટના સામે આવી છે. ચારથી પાંચ શખ્સો દ્વારા એક યુવકને નિશાન બનાવી મારામારી કરવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

- Advertisement -

મળતી માહિતી મુજબ, વિક્ટોરિયા પુલ પાસે આવેલા ગણપતિના પંડાલ નજીક એક યુવક બેઠો હતો. આ દરમિયાન ચારથી પાંચ શખ્સો ધોકા અને પાઈપ જેવા હથિયારો સાથે ત્યાં પહોંચ્યા હતા અને યુવક સાથે મારામારી શરૂ કરી હતી. હુમલાખોરોથી બચવા માટે યુવક ત્યાંથી ભાગીને નજીક આવેલી પાનની દુકાનમાં ઘૂસી ગયો હતો. જોકે, હુમલાખોરોએ તેનો પીછો કરી પાનની દુકાનની અંદર જઈ યુવકને માર માર્યો હતો.

- Advertisement -

ધોકા-પાઈપ સાથે થયેલી આ મારામારીની ઘટનામાં બે વ્યક્તિને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે આસપાસના લોકોમાં પણ દોડધામ મચી હતી. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં કેટલાક શખ્સો ધોકા અને પાઈપ સાથે યુવક પર હુમલો કરતા જોવા મળી રહ્યા છે. મારામારીનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ઘટનાને પગલે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. હુમલા પાછળનું ચોક્કસ કારણ શું છે અને મારામારીમાં સામેલ શખ્સો કોણ છે તે અંગે વધુ તપાસ બાદ હકીકત સામે આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular