Monday, September 14, 2026
Homeરાજ્યજામનગરગણેશ ચતુર્થી એ સપડામાં ભક્તોનું ઘોડાપૂર - VIDEO

ગણેશ ચતુર્થી એ સપડામાં ભક્તોનું ઘોડાપૂર – VIDEO

મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને દર્શનાર્થે પહોંચ્યા : પદયાત્રીઓ માટે સેવા કેમ્પો યોજાયા

આજે ગણેશચતુર્થીએ જામનગર નજીક આવેલા સપડા ગણપતિ મંદિરે માનવ મહેરામણ ઉમટયો હતો. ભાદરવા શુક્લ ચોથના દિવસે અહીં ગણેશભકતો મોટી સંખ્યામાં ઉમટે છે ત્યારે આજરોજ ગણેશ ચતુર્થી હોય વહેલીસવારથી જ સપડાના મંદિરે ગણેશભક્તોની લાંબી લાઈનો લાગી હતી. અનેક લોકો પગપાળા પણ દર્શનાર્થે જાય છે. જે ગઈકાલે રાત્રિથી જ પગપાળા ઉમટયા હતાં પગપાળા જતા ભકતો માટે સેવાકેમ્પો પણ યોજાયા હતાં. વહેલીસવારે આરતીથી ગણેશભકતોએ દર્શનનો લાભ લીધો હતો.

- Advertisement -

આજે દિવસભર અહીં ભાવિકોના ઘોડાપુર ઉમટયા હતાં. સપડા સિધ્ધી વિનાયક મંદિરને લઇ ગણેશભકતો અનેરી આસ્થા ધરાવે છે. ત્યારે ગણેશચતુર્થીએ લોકો વિશાળ સંખ્યામાં ઉમટયા હતાં. મોડી રાત્રીથી જ સપડા તરફ ગણેશ ભકતો ઉમટતા જોવા મળ્યા હતાં. સપડા દર્શન કરવા જવા માટે પગપાળા પણ ભકતો જતાં હતાં. જે રાત્રીથી જ પગપાળા જવા રવાના થયા હતાં. આ પદયાત્રીઓની સેવા માટે માર્ગ પર સેવાભાવીઓ દ્વારા સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો પદયાત્રીઓએ લાભ લીધો હતો.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular