લાલપુર તાલુકાના નવાગામ સીમ વિસ્તારમાં ખાનગી કંપનીમાં સ્ટોર રૂમ પર એકાએક ચક્કર આવતાં પટકાઇ પડેલા યુવાનનું મૃત્યુ નિપજયું હતું. આ ઘટનાને લઇ મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ અંગે મેઘપર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જામનગર શહેરના બાવાવાડ, પવનચક્કી, દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતાં રાહુલ જગદિશભાઇ ચિતરા (ઉ.વ.35) નામનો યુવાન તા. 12ના સાંજે પાંચેક વાગ્યાના અરસામાં લાલપુર તાલુકાના નવાગામ સીમ વિસ્તારમાં આવેલી ખાનગી કંપની બી.કે.કે.ટી.એસ. કંપનીના સ્ટોર રૂમ પાસે પહોંચતા અચાનક ચક્કર આવતાં બેશુદ્ધ થઇ ઢળી પડયો હતો. આજુબાજુના લોકો દ્વારા તાત્કાલિક તેને કંપનીના મેડીકલ સેન્ટર ખાતે લઇ જવાયો હતો. આ બનાવ અંગે મિલન વાલજીભાઇ અંટોળાએ મેઘપર (પડાણા) પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પીએમઅર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


