Friday, August 28, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં બે અજાણ્યા શખ્સોનો રિક્ષાચાલક ઉપર હુમલો

જામનગરમાં બે અજાણ્યા શખ્સોનો રિક્ષાચાલક ઉપર હુમલો

જામનગરના રણજિતસાગર રોડ ઉપર ભાનુ પેટ્રોલ પંપ નજીક રિક્ષા વાળતી વખતે એક્સેસ ચાલકને બ્રેક મારવી પડતાં રિક્ષાચાલક સાથે બોલાચાલી કરી બે શખ્સોએ ઢીકાપાટુનો માર મારી ગાળો કાઢી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગરના કિશાન ચોક, મોદીનો વાડો વિસ્તારમાં રહેતાં અને રિક્ષા ચલાવતા દીપેશભાઇ ભરતભાઇ જોઇસર તા. 17ના રાત્રિના સમયે રણજિતસાગર રોડ, ભાનુ પેટ્રોલ પંપ પાસે પોતાની રિક્ષામાંથી પેસેન્જર ઉતારી રિક્ષા પરત વાળતા હતા. તે સમયે પાછળથી સફેદ કલરના એક્સેલ પર બે અજાણ્યા શખ્સો આવ્યા હતા અને એક્સેસને બ્રેક મારવી પડી હતી. જેના કારણે તેનો ખાર રાખી રિક્ષાચાલકને ઉભો રાખી બન્ને શખ્સોએ દોડીને ફરિયાદી પાસે જઇ અપશબ્દો બોલ્યા હતા અને ઝાપટો મારી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ ચાવી વડે ફરિયાદીની આંખમાં માર્યું હતું. આ દરમ્યાન રિક્ષાચાલક નીચે પડી જતાં બન્ને શખ્સોએ આડેધડ લાતો મારી ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી.

તેમજ શખ્સે ફરિયાદ કરીશ તો જોઇ લેશું તેવી ધમકી આપી નાશી છૂટયા હતા. આ અંગે દીપેશભાઇ દ્વારા અંદાજે ત્રીસ વર્ષના અને કાળુ ટીશર્ટ પહેરેલા તથા આડત્રીસ વર્ષના સફેદ ટીશર્ટ પહેરેલા અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular