જામનગર સહિત હાલાર પંથકમાં આજે રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. બહેનોએ ભાઇના કાંડે રાખડી બાંધી સુખ, સમૃદ્ધિ અને દીર્ઘાયુની પ્રાર્થના કરી હતી. વહેલી સવારથી જ બહેનો દ્વારા ભાઇઓને રાખડી બાંધી મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી. નાની બહેને પોતાના વ્હાલસોયા ભાઇની આરતી ઉતારી રાખડી બાંધી હતી અને ઇશ્ર્વર પાસે ભાઇના દીર્ઘાયુની પ્રાર્થના કરી હતી.
View this post on Instagram


