જામનગર શહેરમાં ભગવાન નેમિનાથના જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
જામનગર શહેરના કાજીના ચકલા નજીક આવેલ નેમિનાથ ભગવાનના દેરાસરમાં સોમવારે ભગવાન નેમીનાથના જન્મ કલ્યાણ ની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે વહેલી સવારથી જ ભગવાન નેમિનાથના દર્શનઅર્થે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા તેમજ ભગવાન નેમિનાથ ભગવાનને દૂધ અને અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભાવિક ભક્તો દ્વારા તેમની પૂજા આરતી કરવામાં આવી હતી.


