80માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જામનગરની રતનબાઇ મસ્જીદ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ તકે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના આયોજનો થયા હતાં. જેમાં હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ, બાળકો અને સ્થાનિક રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રતનબાઇ મસ્જીદના ટ્રસ્ટી સૈયદ ફૈઝાનબાપુ ચિશ્તીની આગેવાનીમાં યોજાયેલ કાર્યક્રમમાં કિરીટભાઇ મહેતા, હાજી કાદરબાપુ જુણેજા, મેહમુદભાઇ વેહવારીયા, રચનાબેન માડમ, ડો.શેખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
View this post on Instagram


