મહાનગરપાલિકા દ્વારા 80માં સ્વતંત્ર પર્વ નિમિતે મેયરના હસ્તે ઘ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ તકે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના આયોજનો થયા હતાં.
જામનગર મહાનગરપાલિકા દ્વારા 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઇકાલે સાંજે જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્ર જામનગરના સંયુક્ત ઉપક્રમે એક વિશાળ તિરંગાયાત્રા યોજાઇ હતી. ત્યારબાદ આજે સવારે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનના અવસરે મેયરના હસ્તે શહેરકક્ષાનો મુખ્ય ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધ્વજવંદન સમારોહ આજે સવારે શહેરના વોર્ડ નં. 3, મોમાઈ ગરબી ચોક, પટેલ કોલોની શેરી નં. 6 ખાતે યોજાયો હતો. જેમાં જામનગરના પ્રથમ નાગરીક અને મેયર મોનીકાબેન વ્યાસ દ્વારા તિરંગો લહેરાવ્યો હતો.
View this post on Instagram
આ તકે રાજ્યના મેયર મોનીકાબેન વ્યાસ, સાંસદ પૂનમબેન માડમ, ડે.મેયર રાકેશભાઇ ડેર, સ્ટે.કમીટી ચેરમેન ધીરેનભાઇ મોનાણી, શાસકપક્ષના નેતા અમરભાઇ મોદી, દંડક પ્રવિણાબેન રૂપડીયા, કમિશ્નર દિપેશ કેડીયા, ડે.કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, ભાવેશભાઇ જાની, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોતમભાઇ કકનાણી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા સહિતના અગ્રણીઓ, કોર્પોરેટરો, જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


