જામનગર મહાનગરપાલિકા દ્વારા 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્ર જામનગરના સંયુક્ત ઉપક્રમે ગુરૂવારે સાંજે તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા સાંજે લખોટા તળાવ ગેટ નં. 1 થી પ્રારંભ થઇ હતી અને શ્યામજીકૃષ્ણ વર્મા પાસે, ભગવતી હોસ્પિટલ, લીલાશાહ ધર્મશાળા રોડ અને રૂપિયાના સિક્કા સર્કલ થઈને સરદાર પટેલની પ્રતિમા પાસે સંપન્ન થઇ હતી.
આ તિરંગા યાત્રામાં મેયર મોનીકાબેન વ્યાસ, પ્રભારીમંત્રી અર્જુનભાઇ મોઢવાડિયા, સાંસદ પૂનમબેન માડમ, કલેક્ટર પી. બી. પંડયા, કમિશનર દીપેશ કેડિયા, જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની, જિલ્લા વિકાસ અધિકારી નિશા, જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, ડે.મેયર રાકેશભાઇ ડેર, સ્ટે.કમીટી ચેરમેન ધીરેનભાઇ મોનાણી, શાસકપક્ષના નેતા અમરભાઇ મોદી, દંડક પ્રવિણાબેન રૂપડીયા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના અગ્રણીઓ તથા શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને શહેરીજનો જોડાયા હતા.
View this post on Instagram


