જામનગર શહેરમાં આવેલી જર્જરિત ઇમારતો ચોમાસાની સીઝનમાં ધરાશાઇ થાય અને લોકોની જિંદગી જોખમાય તે પૂર્વે મહાપાલિકા દ્વારા આવી જર્જરિત ઇમારતોની પાડતોડ કામગીરી અંતર્ગત સેન્ટ્રલ બેન્ક પાસે આજે જર્જરિત મકાનની દીવાલ ડીમોલીશન કરવામાં આવી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં જૂનાવણી વિસ્તારમાં અનેક ઇમારતો વર્ષો જુની હોવાથી જર્જરિત થઇ ગઇ છે. મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા દ્વારા આવી જર્જરિત ઇમારતોને તોડી પાડવા માટે નોટીસ ફટકારવામાં આવી હતી. ઉપરાંત બંધ હાલતમાં રહેલા જર્જરિત મકાનો અને મકાનનો જર્જરિત ભાગ મકાનમાલિકો દ્વારા તોડી પાડવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી. તેમ છતાં અમુક બંધ મકાનોનો જર્જરિત ભાગ ચોમાસાના વરસાદમાં ધરાશાઇ થાય તે પહેલાં જ તોડી પાડવા માટે ડિમોલીશન કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત સેન્ટ્રલ બેન્ક પાસે આવેલા એક જર્જરિત મકાનની દીવાલ તોડી પાડવા માટે આજે સવારે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ડીમોલીશન કામગીરી હાથ ધરવામાં આવી હતી.
View this post on Instagram


