જામનગર શહેરમાં ગઇકાલે એવરત-જીવરત વ્રતની મહિલાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. સુખી સંસાર, સંતાનની રક્ષા માટે પરિણીતાઓ દ્વારા એવરત-જીવરત વ્રત કરવામાં આવે છે. એવરત-જીવરત વ્રત તથા દીવાસાનું વ્રત કરી મહિલાઓ દ્વારા પૂજા-અર્ચના માટે મંદિરોમાં ભીડ જોવા મળી હતી. ત્યારબાદ રાત્રિના જાગરણ કરવામાં આવ્યું હતું અને જાગરણ સાથે વ્રતની પૂર્ણાહૂતિ કરી હતી.
View this post on Instagram


