શું તમને પણ તમારી જૂની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ જોઇને વિચાર આવે છે કે, ‘અરે યાર… આ ફોટો પર આ સોંગ કરતા બીજું ટ્રેન્ડીંગ સોંગ હોવું જોઇતું હતું..? તો આ ન્યૂઝ તમારા માટે છે.
શું તમને ઈન્સ્ટાગ્રામના આ ફીચર વિશે ખબર છે કે, જ્યાં તમે તમારી જૂની અપલોડ કરેલી પોસ્ટ કે ક્રાઉઝલનું મ્યુઝિક કે સોંગ ચેન્જ કરી શકો છો.. ચાલો જોઇએ કેવી રીતે..
સૌથી પહેલાં તમારું ઈન્સ્ટાગ્રામ અપડેટ કરો. ત્યારબાદ તમારી પ્રોફાઈલ પર જે પણ પોસ્ટનું મ્યુઝિક ચેન્જ કરવું છે તેના પર ક્લીક કરો. ત્યારબાદ આપેલા થ્રી ડોટસ પર ટેપ કરો.
એડીટ પર જાઓ જ્યાં તમને જુનુ સોંગ જોવા મળશે. જેના પર ટેપ કરવું. ટેપ કરતા જ તમને ઘણાં બધા સોંગ્સ જોવા મળશે. જ્યાંથી જઇને તમે કોઇપણ નવું ટ્રેન્ડીંગ સોંગને સીલેકટ કરો અને સેવ કરી લો.
અને તમારી પોસ્ટ પરનું જૂનુ સોંગ રીપ્લેસ થઈ જશે.
View this post on Instagram
છે ને આ એક યુઝફુલ ફીચર ? તો અત્યારે જ તમારી જૂની પોસ્ટ પર આ ફીચર ટ્રાય કરો. અને તમારા ફ્રેન્ડસ અને ફેમેલીમાં આ વીડિયો શેર કરો.
આવી જ યુઝફુલ માહિતી માટે જોતા રહો. ‘ખબર ગુજરાત’ જય હિન્દ. જય ભારત.


