Tuesday, July 21, 2026
Homeરાજ્યહાલારખાણ ખનિજ વિભાગ દ્વારા રેતી ચોરી કરતાં વાહનો કબ્જે કરાયા

ખાણ ખનિજ વિભાગ દ્વારા રેતી ચોરી કરતાં વાહનો કબ્જે કરાયા

ધ્રોલ-જોડિયા રોડ ઉપર ખાણ ખનિજ વિભાગ દ્વારા હાથ ધરાયેલા ચેકિંગમાં ટીમે સાદી રેતી ચોરી કરતાં રૂા. 15 લાખની કિંમતના બે વાહન અને રેતીનો જથ્થો કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ દરોડાની વિગત મુજબ જામનગર ખાણ ખનિજ વિભાગના અધિકારી નૈતિક કણઝારિયા તથા ટીમ દ્વારા ધ્રોલ-જોડિયા રોડ ઉપર આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં GJ10 CE 5689 નંબરના લોડર દ્વારા GJ10 DE 6048 નંબરના ટ્રેકટરમાં સાદી રેતીનું ખનન કરી વહન કરવામાં આવી રહ્યું હતું. ખાણ ખનિજ વિભાગની ટીમે ચેકિંગ દરમ્યાન તપાસ હાથ ધરતાં સાદી રેતીના જથ્થા અંગેના કોઇ આધાર પુરાવો ન હોવાનું લોડરના માલિક કરશન વરૂ દ્વારા જણાવવામાં આવતાં ખાણ ખનિજ વિભાગની ટીમે ટ્રેકટર અને લોડર તથા સાદી રેતીના જથ્થા સહિત રૂા. 15 લાખની કિંમતનો મુદામાલ કબ્જે કરી ધ્રોલમાં આવેલ સોના સ્ટોન ખાતે કસ્ટડીમાં રાખી આગળની કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular