Friday, July 17, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી દારૂના જથ્થા સાથે ચાર શખ્સ ઝડપાયા

જામનગર શહેરમાંથી દારૂના જથ્થા સાથે ચાર શખ્સ ઝડપાયા

જામનગરના બેડી રીંગ રોડ પરથી પસાર થતાં શખ્સની તલાશી લેતાં તેની પાસેથી 12 બોટલ દારૂ મળી આવતાં પોલીસે સપ્લાયર સહિત બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. જામનગર શહેરના ડીફેન્સ કોલોની વિસ્તારમાં સંબંધીના મકાનમાં રહેતાં શખ્સને ત્યાં પોલીસે રેઇડ દરમ્યાન 64 બોટલ દારૂ સાથે ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -

દારૂના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના બેડી રીંગ રોડ પર શિવમ્ હોટલની બાજુની શેરીમાં સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફે મયૂર કરશન ભાટિયા નામના શખ્સને આંતરીને તલાશી લેતાં તેના કબ્જામાંથી રૂા. 11,868ની કિંમતની 12 બોટલ ઇંગ્લીશ દારૂ મળી આવતાં પૂછપરછ હાથ ધરતાં આ દારૂનો જથ્થો મહેશ વલાણી દ્વારા સપ્લાય કરાયો હોવાની કેફિયતના આધારે પોલીસે બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેના આધારે જામનગર શહેરના ડિફેન્સ કોલોની વિસ્તારમાં રાજા બૂક સ્ટોર્સવાળી શેરીમાં, સંબંધીના મકાનમાં રહેતાં મહેશ હરધોળ વલાણીને ત્યાં દારૂનો જથ્થો હોવાની પો.કો. હોમદેવસિંહ જાડેજા, હે.કો. હર્ષદભાઇ પરમાર, એએસઆઇ રાજેશભાઇ બથવારને મળેલી સંયુક્ત બાતમીના આધારે પીઆઇ એન. બી. ડાભી, પીએસઆઇ વી.એ. પરમાર, એએસઆઇ યશપાલસિંહ જાડેજા, સુખદેવસિંહ જાડેજા, રાજેશભાઇ બથવાર, હે. કો. યુવરાજસિંહ જાડેજા, ખીમશીભાઇ ડાંગર, શિવભદ્રસિંહ જાડેજા, હર્ષદભાઇ પરમાર, મહાવીરસિંહ જાડેજા, ફૈઝલભાઇ ચાવડા, પો.કો. વનરાજભાઇ ખવડ, સોમાભાઇ મોરી, હોમદેવસિંહ જાડેજા, કૃષ્ણપાલસિંહ જાડેજા, હાર્દિકભાઇ ગાગિયા, જયપાલસિંહ ડોડિયા સહિતના સ્ટાફએ રેઇડ દરમ્યાન તલાશી લેતાં મકાનમાંથી રૂા. 37,379ની કિંમતની ઇંગ્લીશ દારૂની 64 બોટલ મળી આવતાં મહેશની પૂછપરછ હાથ ધરી હતી.

ત્રીજા દરોડાની વિગત મુજબ જામનગર શહેરના રામેશ્ર્વર ચોકમાંથી પસાર થતાં જયદીપસિંહ વિજયસિંહ જાડેજા (ઉ.વ.26, રહે. વિનાયક પાર્ક) નામના શખ્સને સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાશી લેતાં તેના કબ્જામાંથી રૂા. 6500ની કિંમતની ચાર બોટલ ઇંગ્લીશ દારૂ મળી આવતાં જયદીપસિંહની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ચોથો દરોડો જામનગર શહેરના રણજિતસાગર રોડ પરના મારવાડાવાસમાંથી પસાર થતાં મયૂર હીરા ભાટી (ઉ.વ.20)ને દબોચી લઇ તલાશી લેતાં તેના કબ્જામાંથી રૂા. 500ની કિંમતના ઇંગ્લીશ દારૂના પાંચ નંગ ચપટા મળી આવતાં ધરપકડ કરી આગળની કાર્યવાહી આદરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular