સનાતન ધર્મમાં અષાઢી બીજનો દિવસ અતિ પવિત્ર ગણાય છે. આ દિવસે સાક્ષાત જગતના નાથ પોતાનું સ્થિાન છોડીને ભકતોને દર્શન આપવા નિકળે છે. ત્યારે જામનગરના આંગણે પણ બે વર્ષ પહેલા જગન્નાથજીનું અલૌકીક મંદિર બનાવાયું છે. ભકિત, શ્રઘ્ધા અને સ્થાપત્યના આ ત્રીવેણી સંગમ સમા મંદિરમાં અષાઢીબીજને લઇને અનેરો ઉત્સાહ અને ઉજવણી જોવા મળી રહી છે.
જામનગરમાં દિગ્જામ સર્કલ વાળો બીજ ઉતરતા બ્રીજ નીચેના ભાગે આવેલી અજંતા સોસાયટીમાં પ્રભુશ્રી જગન્નાથજીનું સુંદર મંદિર આવ્યું છે. જ્યાં સમગ્ર વર્ષ દરમિયાન જુદા જુદા 12 થી 13 જેટલા ઉત્સવો ઉજવવામાં આવે છે. ત્યારે અષાઢ માસમાં બીજના ભારતીય સંસ્કૃતી, ભકિત અને કૃષિ પરંપરાનો એક અત્યંત પવિત્ર અને મંગળકારી દિવસ છે. આ દિવસે ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની ભવ્ય રથયાત્રા યોજાતી હોય છે. સામાન્ય રીતે આ રથયાત્રાના દર્શન નીહાળવા લોકો ટીવી પર જગન્નાથપુરી અને અમદાવાદની પ્રસિઘ્ધ રથયાત્રાના દર્શન કરતા જોવા મળે છે. ત્યારે જામનગરના આંગણે પણ ખુબ સુંદર જગન્નાથજીનું મંદિર આવેલું છે.
View this post on Instagram
કહેવાય છે કે ભગવાન ગર્ભગૃહમાં બિરાજમાન હોય છે જ્યાં દરેક વ્યકિત કે શારીરીક રીતે અસમર્ય ભકતો પહોંચી શકતા નથી. તેથી આ દિવસે દયાળુ પ્રભુ પોતે સામે ચાલીને નગરચર્ચાએ નિકળે છે અને દરેકને નાત-જાતના ભેદભાવ વગર દર્શન આપે છે. શાસ્ત્રોમાં માન્યતા છે કે જે વ્યકિત રથયાત્રામાં ભગવાનના રથના દોરડાને સ્પર્શ કરે છે અપવાતો રથ ખેંચે છે તેના અનેક જન્મોના પાપ નાશ પામે છે અને મોક્ષની પ્રાપ્તી થાય છે. ત્યારે જામનગરના આ મંદિરમાં અષાઢીબીજથી શરૂ થઇને દ્વાદશી સુધી જુદા જુદા કાર્યક્રમો ભજન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાવાના છે તેમજ ભકતોને પ્રસાદનો લ્હાવો પણ મળી રહેશે. મંદિર ટ્રસ્ટના સેક્રેટરી ભગવાનભાઇ પટનાયકએ આ સાથે જ દરેક શ્રઘ્ધાળુઓને ભગવાનના દર્શન કરવા માટે પધારવા અનુરોધ કર્યો છે.


