જામનગર શહેરના બેડીબંદર, રીંગ રોડ પરથી બાઇક પર પસાર થતાં બે શખ્સોને 47 નંગ ચપલા સાથે ઝડપી લઇ રૂા. 36,345નો મુદામાલ કબ્જે કર્યો હતો. જામનગરના સમ્રાટ અશોકનગર પાસેથી પોલીસે એક્ટિવા ચાલકને 35 નંગ ચપલા સાથે ઝડપી લીધો હતો.
દારૂના દરોડાની વિગત મુજબ જામનગરના બેડી બંદર, રીંગ રોડ પરથી પસાર થતાં જીજે10 ડીસી 4302 નંબરના બાઇકચાલકને સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફે આંતરીને આશિષ સુરેશ કવા (જામનગર) તથા નિમેષ શાંતિલાલ નિમાવત (વાંકાનેર) નામના બે શખ્સો પાસે રહેલા થેલાની તલાશી લેતાં તેમાંથી રૂા. 6345ની કિંમતના 47 નંગ ઇંગ્લીશ દારૂના ચપલા મળી આવતાં પોલીસે બાઇક અને દારૂ મળી કુલ રૂા. 36,345ના મુદામાલ કબ્જે કરી બન્ને વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરના સમ્રાટ અશોકનગર પાસેથી એક્ટિવા પર પસાર થતાં જાવિદ જમાલ ખૂંભિયા (ઉ.વ.27) નામના શખ્સને સિટી ‘સી’ ડિવિઝન પોલીસે આંતરીને તલાશી લેતા તેના કબ્જામાંથી રૂા. 10,500ની કિંમતના 35 નંગ ચપટા મળી આવ્યા હતા. પોલીસે રૂા. 40 હજારનું એક્ટિવા અને દારૂના ચપટા મળી કુલ રૂા. 50,500નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


