Thursday, July 9, 2026
Homeરાજ્યહાલારદ્વારકામાં છોકરાઓના ઝઘડામાં વડીલો બાખડયા

દ્વારકામાં છોકરાઓના ઝઘડામાં વડીલો બાખડયા

દ્વારકામાં રૂપેણ બંદર ખાતે બાળકોના ઝઘડામાં મામલો મેદાને આવતા વડીલોએ જાહેરમાં ઝઘડો કરી 16 શખ્સોએ પ્રૌઢને ઇજા પહોંચાડયાની પોલીસ ફરિયાદ પોલીસ ચોપડે ઉઠવા પામી છે.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા ઉમરભાઈ લુચાણીનો ભત્રીજો સાહેદ અન્સારી દાતારી ચોક પાસે ઉભો હતો, ત્યાં આ જ વિસ્તારમાં રહેતા આરોપીનો પુત્ર આવ્યો હતો અને એકબીજાની સામે જોવા બાબતે બોલાચાલી થતા ઝઘડો થયો હતો. ત્યારબાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો.

આ બાબતની જાણ થતાં ઉંમરભાઈ ઓસમાણભાઈ લુચાણી (ઉ.વ. 58) નામના મુસ્લિમ પ્રૌઢ પર ઈશા ઈબ્રાહીમ ઇસબાણી, સાદીક ઈશા, મામદ ઉર્ફે ડાડા ઈબ્રાહીમ, રફીક ઈબ્રાહીમ, ઇરફાન અયુબ, ઈમ્તિયાઝ ઈસા, રસીદ રફીક, મહેબૂબ મામદ ઉર્ફે ડાડા, ફારુક ઈબ્રાહીમ, મુસ્તફા ડાડા, અસલમ મામદ, રીઝવાન રફીક, સબીર હુસેન, અંસાર અયુબ, અયુબ સુલેમાન અને જમીલ ઈસસા ઇસાબાણી નામના 16 શખ્સોએ એકઠા થઈને ગેરકાયદેસર રીતે મંડળી રચી, લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા સાથે આવીને ફરિયાદી ઉમરભાઈ તેમજ સાહેદને બિભત્સ ગાળો કાઢી, હુમલો કરી બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત ઉમરભાઇની ફરિયાદના આધારે પીએસઆઇ એન. એસ. ગોહિલ તથા સ્ટાફએ 16 શખ્સો સામે રાયોટીંગની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરવા તથા આ અંગે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular