Thursday, July 9, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાંથી રીઢો તસ્કર ચોરાઉ બાઇક સાથે ઝડપાયો

જામનગરમાંથી રીઢો તસ્કર ચોરાઉ બાઇક સાથે ઝડપાયો

જામનગરના બેડેશ્વર  વિસ્તારમાંથી LCBએ બાતમીના આધારે રીઢા તસ્કરને ઝડપી લઇ તેની પાસેથી બે ચોરાઉ બાઇક કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી. આ તસ્કર વિરૂદ્ધ અગાઉ જામનગર શહેરમાં 26 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના સિટી ‘B’ ડિવિઝન અને બેડી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે બાઇકની થયેલી ચોરીમાં સંડોવાયેલા તસ્કર અંગે દિલીપભાઇ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે પીઆઈ વી. બી. ચૌધરી, પીએસઆઇ એ. વી. ખેર તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડિયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી.

આ તપાસ દરમ્યાન બેડેશ્વર ના ગરીબનગર, પાણાખાણમાં રહેતાં સદ્દામ ઉર્ફે સદ્દામડી અનવર અબ્બાસ સાઇચાના મકાનમાંથી ચોરી કરેલ રૂા. 20 હજારની કિંમતનું સ્પ્લેન્ડર પ્લસ અને રૂા. 70 હજારની કિંમતનું R-15  યામાહા બાઇક મળી આવતા એલસીબીએ સદ્દામ ઉર્ફે સદ્દામડીની ધરપકડ કરી રૂા. 90 હજારના બે બાઇક કબ્જે કરી બે બાઇકચોરીના ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. તેમજ ઝડપાયેલા તસ્કર વિરૂદ્ધ સિટી ‘B’ ડિવિઝનમાં 20 ગુના અને સિટી ‘A’ ડિવિઝનમાં બે ગુના તથા પંચકોષી ‘A’ તથા બેડી મરીનમાં એક-એક તથા સિટી ‘સી’માં બે ગુના નોંધાયેલા હોવાનું ખુલ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular