Saturday, June 27, 2026
Homeરાજ્યજામનગરખીમરાણામાં ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી લેતી રાજકોટ રેંજ ટીમ - VIDEO

ખીમરાણામાં ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી લેતી રાજકોટ રેંજ ટીમ – VIDEO

જેસીબી, ટ્રેકટર સહિત 1.02 કરોડનો મુદામાલ કબ્જે

ખીમરાણા ગામની સીમમાં રૂપારેલ નદીમાંથી રાજકોટ રેંજ ટીમે ગેરકાયદેસર ખનીજ રેતી ચોરી કરતા શખ્સને ઝડપી લીધો હતો. આ રેઇડ દરમિયાન ચાર જેસીબી તથા છ ટ્રેકટર ટ્રોલી સહિત કુલ રૂા.1 કરોડનો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

દરોડાની વિગત મુજબ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા રાજકોટ રેંજ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃતિ આચરનારા શખ્સો ઉપર અંકુશ લાવવા તથા સરકારની સંપતીને તેમજ કુદરતી સંપતીને નુકશાન કરતા શખ્સો વિરૂઘ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપી હોય રાજકોટ રેંજ પીઆઇ અપૂર્વ પટેલના માર્ગદર્શન મુજબ રાજકોટ રેંજના પીએસઆઇ પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાટેલીયા તથા ટીમ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી. જામનગર જિલ્લાના પંચકોશી એ ડિવીઝન વિસ્તારના ખીમરાણા ગામની સીમમાં આવેલ રૂપારેલ નદીમાંથી કસુરદાર દયાળજી માંડવીયા નામનો શખ્સ ગેરકાયદેસર ખનીજ રેતીની ચોરી કરતો હોવાની પીએસઆઇ સી.એમ. કાટેલીયા તથા સ્ટાફના કાસમભાઇ બ્લોચ, કમલેશભાઇ રબારી, મીતેશભાઇ પટેલ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાને બાતમી મળી હતી.

- Advertisement -

પોલીસ દરોડા દરમિયાન જેસીબી વાહન જીજે03 એટી 9214 ડ્રાઇવર શાન્તી ભગવાનજી માંડવીયા, જેસીબી વાહન નં. જીજે12 એએન 9521 ડ્રાઇવર આકાશ દયાળજી માંડવીયા, ટ્રેકટર વાહન નં.જીજે10 કે 1981 ડ્રાઇવર કાંતીયા ધના કિરાડ, ટ્રેકટર વાહન જીજે10 એએમ 1995 ડ્રાઇવર સેવલા કિરાડ, ડ્રાઇવર અજય જુથસિંહ કિકરીયા, ટ્રેકટર વાહન નં.જીજે10 વાય 2205 ડ્રાઇવર દયાળજી ભગવાનજી માંડવીયા, ટ્રેકટર વાહન નં.જીજે10 એએમ 1599 ડ્રાઇવર ટાવેટીયા ધના રાઠવા, ટ્રેકટર વાહન નં.જીજે 09 એડી 0552 ડ્રાઇવર ગીયાન ધના કેરાળ નામના શખ્સોને ઝડપી લીધા હતાં.

રેઇડ દરમિયાન પોલીસે જેસીબી, ટ્રેકટર સહિત કુલ રૂા.1 કરોડ 2 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. અને વધુ કાર્યવાહી માટે ખાણખનીજ અધિકારી તથા પંચકોશી એ ડિવિઝન સ્ટાફને બોલાવી સોંપી આપ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular