જામનગરમાં ફાયર વિભાગ દ્વારા શહેરના વિવિધ ટ્યુશન અને કોચિંગ ક્લાસોમાં ફાયર સેફ્ટી અંગે ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. લખનૌમાં બનેલી આગની દુર્ઘટના બાદ સલામતીના ભાગરૂપે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ફાયર શાખાના ફાયર ઓફિસર જયવીરસિંહ રાણા તથા તેમની ટીમ દ્વારા કોચિંગ ક્લાસોની મુલાકાત લઈને ફાયર સેફ્ટી સિસ્ટમ, ફાયર એક્સટિંગ્વિશર અને ઇમરજન્સી એક્ઝિટની ચકાસણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત વિદ્યાર્થીઓને “આગ લાગે તો શું કરવું?”, આપત્તિના સમયે કેવી રીતે સુરક્ષિત બહાર નીકળવું, તેમજ ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફાયર વિભાગે પ્રાયોગિક ફાયર ડ્રિલ યોજી બાળકોને આગ સામે સલામતીના પાઠ પણ ભણાવ્યા હતા.
View this post on Instagram
ફાયર વિભાગે ટ્યુશન ક્લાસ સંચાલકોને ફાયર સેફ્ટી સંબંધિત નિયમોનું કડક પાલન કરવા તેમજ તમામ સુરક્ષા સાધનો કાર્યરત સ્થિતિમાં રાખવા સૂચના આપી હતી.
જામનગરના ફાયર વિભાગનો સંદેશો છે કે “સલામતી પ્રથમ, સાવચેતી જ શ્રેષ્ઠ બચાવ છે.”


