હવે તમે ઈન્સ્ટાગ્રામ પર કોઇને પણ પોસ્ટ કે રીલ્સના કોમેન્ટ સેકશનમાં માત્ર ટેકસ, ઇમોજી કે જીઆઈએફ નહીં પરંતુ, ફોટો પણ શેર કરી શકશો.

અત્યાર સુધી આપણે માત્ર લખીને કે ઈમોજીથી રીએકશન આપતા હતાં પણ હવે ફોટો શેરીંગ ફીચર પણ આવી ગયું છે.
જ્યારે તમે કોઇ પોસ્ટના કોમેન્ટ સેકશનમાં જશો તો તમને ટેકસ બોકસની બાજુમાં કેમેરા અથવા ગેલેરીનો આઈકોન જોવા મળશે જ્યાં ટેપ કરીને તમે ફોટો અપલોડ કરી શકો છો.
– પ્રોફાઇલમાં જવું
– ત્રણ લાઈન જમણી બાજુ ઉપર કલીક કરવી.
– થોડું નીચે સ્ક્રોલ કરતાં કોમેન્ટ્સનું ઓપ્શન દેખાશે.
– તેમાં સૌથી છેલ્લે Allow Photo Comments અને Allow GIF Comments ના ઓપ્શન જોવા મળશે.
View this post on Instagram
અમુક પ્રોફાઇલ્સમાં આપને Photo Comments નું ઓપ્શન નહીં બતાવે. તે ઓપ્શન ચાલુ રાખવું કે બંધ તે આપણે નકકી કરી શકીએ છીએ.


