Tuesday, June 23, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં અકસ્માતને આમંત્રણ આપતો ખાડો, મુખ્ય માર્ગ પર ભૂગર્ભ ગટરનું ઢાંકણું તૂટ્યું...

જામનગરમાં અકસ્માતને આમંત્રણ આપતો ખાડો, મુખ્ય માર્ગ પર ભૂગર્ભ ગટરનું ઢાંકણું તૂટ્યું – VIDEO

ઠેબા ચોકડીથી જામનગર તરફ આવતા મુખ્ય માર્ગ પર મહાપ્રભુજીની બેઠક નજીક અકસ્માતનો ભય ઊભો થયો છે. રોડની વચ્ચે આવેલી ભૂગર્ભ ગટરના મેનહોલનું ઢાંકણું તૂટી જતાં મોટો ખાડો સર્જાયો છે, જે વાહનચાલકો માટે જોખમરૂપ બન્યો છે.

- Advertisement -

સ્થાનિક જાગૃત નાગરિકોએ વાહનચાલકોને સંકેત મળે તે માટે ખાડામાં વૃક્ષની ડાળીઓ મૂકી છે, પરંતુ હાઇવે પરથી પૂરઝડપે આવતા વાહનો માટે આ વ્યવસ્થા પૂરતી સાબિત થઈ શકે તેમ નથી. ખાસ કરીને રાત્રિના સમયે અથવા ધ્યાન ચૂકતા કોઈ મોટો અકસ્માત સર્જાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

- Advertisement -

શહેરના પ્રવેશદ્વાર સમાન આ વ્યસ્ત માર્ગ પર તાત્કાલિક મરામત કામગીરી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો અને વાહનચાલકો દ્વારા માંગ ઉઠી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular