દ્વારકાનાં આરંભડા ખાતે આવેલ બીએલએ કોક પ્રા. લિ.કંપનીનાં ક્ધવેયર બેલ્ટ એટલે કે પટ્ટામાં આજે અચાનક આગ લાગવાની ઘટના બની હતી.

ઘટનાની ગંભીરતાને જોતાં જ ઓખા ફાયર વિભાગની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી, જેના પગલે ફાયર ફાઇટરોનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને ભારે જહેમત અને સુઝબુઝ પૂર્વક કામગીરી હાથ ધરી ટૂંક સમયમાં જ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે આગ વધુ ફેલાતી અટકી હતી.
View this post on Instagram
સદનસીબે, આ સમગ્ર ઘટનામાં કોઈ મોટી જાનહાનિ કે ઈજા થવા પામી નથી, જે એક મોટી રાહતના સમાચાર છે. જોકે, કંપનીના પટ્ટામાં આગ લાગવાનું ચોક્કસ અને સચોટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ અંગે વહીવટી તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


