Saturday, June 20, 2026
Homeરાજ્યજામનગરમહોરમના તહેવાર નિમિત્તે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ...

મહોરમના તહેવાર નિમિત્તે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ – VIDEO

તાજીયાના પરવાનેદારો, હિન્દુ મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ, રાજકીય આગેવાનો ઉપસ્થિતિ રહ્યા

આગામી દિવસોમાં આવનારા તાજીયાના જુલુસ અનુસંધાને જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હિંદુ-મુસ્લિમ સમાજના આગેવાનો સાથે નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતીની બેઠક યોજવામાં આવી હતી. જેમાં હિંદુ અને મુસ્લિમ સમાજના આગેવાનો, તાજીયાના પરવાનેદારો, રાજકીય આગેવાનો, જામનગર મહાનગપાલિકાના નગરસેવકો, વેપારીઓ અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. મુસ્લિમ ધર્મનો તાજીયા-મહોરમ તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તથા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેહવારોમાં કોઇપણ પ્રકારની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઇપણ ધર્મ વિશે અપમાનજનક પોસ્ટ કરવામાં આવશે તો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે જેની ખાસ તકેદારી રાખવી અને જો કોઇ બનાવ બને તો તાત્કાલિક જામનગર પોલીસ વિભાગને જાણ કરવાની સૂચના આપવામાં આવી હતી. તેમજ તાજીયા-મહોરમ તહેવાર શાંતિમય વાતાવરણમાં તેમજ હર્ષોલ્લાસ સાથે પૂર્ણ થાય તેવી તેમ નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા દ્વારા મુસ્લિમ સમાજના અગ્રણીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ તકે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ નારાયણ ગઢવી, જામનગર ટ્રાફિક શાખાના પીઆઇ સંજય ચૌધરી સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. તેમ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઇ બસીરભાઇ મલેકની યાદી જણાવે છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular